This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
For Original formats click on the following links as required to download the files.
Link to EPUB File of this Book
Link to Original PDF File of this Book
















































1
પ્રથમ વર્ગ અધ્યયન – 1 : ગૌતમકુમાર સૂત્ર પ્રારંભ :–
तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी । पुण्णभद्दे चेइए–
वण्णओ । तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मे समोसरिए । परिसा णिग्गया । धम्मो कहिओ । परिसा जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया । तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अंतेवासी अज्ज जंबू णामं अणगारे कासवगोत्तेणं सत्तुस्सेहे समचउरंस संठाणसंठिए वज्जरिसहणारायसंघयणे कणयपुलयणिहसपम्हगोरे उग्गतवे दित्ततवे तत्ततवे महातवे ओराले घोरे घोरगुणे घोरतवस्सी घोरबंभचेरवासी उच्छूढ सरीरे संखित्तविउलतेयलेस्से अज्ज सुहम्मस्स थेरस्स अदूरसामंते उड्ढंजाणू अहोसिरे झाणकोठ्ठोवगए संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । ભાવાર્થ :– તે કાલે, તે સમયે ચંપા નામની નગરી હતી. આ નગરીની બહાર પૂર્ણભદ્ર નામના યક્ષનું યક્ષાયતન(મંદિર) હતું. તેનું વર્ણન ઉવવાઈ સૂત્રાનુસાર જાણવું. તે કાલે, તે સમયે આર્ય સુધર્મા સ્વામી પોતાના શિષ્ય પરિવાર સાથે વિચરતાં વિચરતાં ચંપા નગરીના પૂર્ણભદ્ર ઉદ્યાનમાં પધાર્યા. ધર્મદેશના સાંભળવા પરિષદ નગરીથી નીકળી, આવેલી પરિષદને આર્ય સુધર્માસ્વામીએ ધર્મોપદેશ આપ્યો.
ધર્મોપદેશ સાંભળી પરિષદ જે દિશાથી આવી હતી તે દિશામાં પાછી ફરી. તે કાલે, તે સમયે આર્ય સુધર્મા સ્વામીના અંતેવાસી અણગાર કાશ્યપ ગોત્રીય આર્ય જંબૂસ્વામી હતા. જેઓ સાત હાથ ઊંચા, સમચોરસ સંસ્થાનથી સંસ્થિત, વજ્રૠષભ નારાચ સંઘયણી, કસોટીએ ચઢાવેલ સુવર્ણરેખા તથા કમળ કેસર સમાન ગૌરવર્ણ વાળા, ઉગ્ર તપસ્વી, દીપ્ત તપસ્વી, તપ્ત તપસ્વી, મહાતપસ્વી, ઉદાર, કર્મશત્રુઓ માટે ઘોર, ઘોર ગુણી, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યનું પાલન કરનારા, શરીર સંસ્કાર(વિભૂષા) તથા મમતાના ત્યાગી, સંક્ષિપ્ત કરેલી વિપુલ તેજોલેશ્યાના ધારક હતા. તેઓ આર્ય સુધર્માસ્વામીથી ન અતિ દૂર, ન અતિ નજીક, બન્ને ગોઠણો ઊભા કરી અને મસ્તક નીચે નમાવી, ધ્યાનરૂપી કોઠામાં સ્થિરચિત્ત થઈ સંયમ તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા.
વિવેચન :–
આ પ્રથમ સૂત્રમાં મુખ્ય પાંચ વિષયનું વર્ણન કર્યું છે. (1) તે કાળની પરિસ્થિતિ (ર) ક્ષેત્રનું વર્ગ 1 /અધ્ય. 1
1
2 શ્રી અંતગડ સૂત્ર વર્ણન (3) સૂત્રકર્તા (4) સૂત્રકર્તાની યોગ્યતા (પ) પ્રશ્નકર્તા.
-1 तेणं कालेणं तेणं समएणं :– આ શબ્દો દ્વારા આગમ રચનાના સમય તરફ સંકેત કર્યો છે.
આમ તો કાળ અને સમય બંને સમાન અર્થના વાચક છે. બંને પર્યાયવાચી શબ્દો હોવા છતાં શબ્દભેદે અર્થભેદના ન્યાયે બંનેના ભિન્ન–ભિન્ન અર્થ છે. ''કાળ'' શબ્દ સમુચ્ચય કાળચક્રનો બોધક છે. જ્યારે ''સમય'' એક નિશ્ચિત સમયનો બોધક છે. અહીં ''કાળ'' નો અર્થ અવસર્પિણીકાળનો ચોથો આરો છે. માત્ર આટલા કથનથી આગમ વાચનાનો કાળ સ્પષ્ટ થતો નથી. કારણ કે અવસર્પિણીકાળનો ચોથો આરો 42000
વર્ષ ન્યૂન (ઓછો) 1 ક્રોડાક્રોડી (1 ક્રોડ × 1 ક્રોડ ) સાગરોપમનો છે. આટલા મોટા આરામાં વર્તમાન આ આગમ વાચના ક્યારે આપવામાં આવી તે નક્કી થતું નથી. તેનો નિશ્ચિત સમય બતાવવા માટે અહીં ''સમય'' શબ્દનો સૂત્રકારે પ્રયોગ કર્યો છે. જેનો અર્થ થાય કે જે સમયે આર્ય સુધર્મા સ્વામી વિચરણ કરતાં કરતાં ચંપા નગરીમાં પધાર્યા, તે સમયે તેઓએ આર્ય જંબૂસ્વામીને આ આગમની વાચના આપી અર્થાત્ આ આગમવાચના ભગવાન મહાવીરના નિર્વાણ પછીના સમયની છે.
(ર) वण्णओ :– વાચનાક્ષેત્ર ચંપા નગરીનું પૂર્ણભદ્ર ચૈત્ય છે. સૂત્રકારે નગર, ચૈત્ય, રાજા, પરિષદ આદિના વિશેષ વર્ણન માટે वण्णओ શબ્દ આપી, ઔપપાતિક આદિ આગમો તરફ સંકેત કર્યો છે અર્થાત્ તેનું વિસ્તૃત વર્ણન તે તે સૂત્રોમાંથી જિજ્ઞાસુએ જાણી લેવું.
અહીં પ્રશ્ન ઊઠે કે અંતગડ સૂત્ર અંગ છે જ્યારે ઔપપાતિક ઉપાંગ સૂત્ર છે. અંગસૂત્રો પૂર્વરચિત છે અને ઉપાંગોની પાછળથી રચના થઈ છે, તો પૂર્વરચિત અંતગડદશામાં પાછળથી રચાયેલા ઔપપાતિક સૂત્રનો સંદર્ભ શા માટે આપ્યો ?
વર્તમાને આપણી પાસે જે પણ આગમો છે, તે લિપિબદ્ધકાળનું સંકલન છે. ઉપાંગોની રચનાનો મૂળાધાર અંગસૂત્રો જ છે, એ સત્ય હકીકત છે. તેમ છતાં લિપિબદ્ધ કાળમાં એટલે કે શ્રી દેવર્ધિગણિના સમયે સંકલનકર્તા પૂર્વધર આચાર્યોએ વિષયવસ્તુને વ્યવસ્થિત કરી, જે જે આગમોમાં જેના જેના વર્ણનની જરૂર હોય તેને તે તે આગમોમાં વિસ્તૃતરૂપે રાખી બાકીના બીજા આગમોમાં તેનો સંદર્ભ આપ્યો, જેથી વિસ્તાર અને વિષયવસ્તુની પુનરુક્તિ ન થાય. આમ લિપિબદ્ધ કાળના સંકલન સમયે અંગસૂત્ર અંતગડ દશામાં ઉપાંગ સૂત્ર ઔપપાતિક સૂત્રનો સંદર્ભ અપાયો છે.
-3 अज्ज सुहम्मे थेरे :– આ આગમના પ્રતિપાદક આર્ય સુધર્મા સ્વામી છે. જેમનો જન્મ, વાણિજ્યગ્રામ નગરના કોલ્લાગ સન્નિવેશમાં ધમ્મિલ બ્રાહ્મણ તથા માતા ભદ્દિલાને ત્યાં, વીર નિર્વાણ પૂર્વે 80 વર્ષે થયો હતો. મધ્ય પાવાપુરીના મહાસેન ઉદ્યાનમાં 50 વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહી, વીર નિર્વાણ પછી 12 વર્ષ છદ્મસ્થ રહી, આઠ વર્ષની કેવળી પર્યાય પાળી કુલ 100 વર્ષની ઉંમરે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા.
આર્ય સુધર્મા સ્વામીની શરીર સંપદાથી લઈ, આત્મિક યોગ્યતા સુધીનું વર્ણન જ્ઞાતાસૂત્રમાંથી જાણી લેવું. અહીં બે વિશેષણો આપ્યા છે. अज्ज, थेरे આર્ય અને સ્થવિર. આર્ય શબ્દપ્રયોગ ઉત્તમ આચાર સંપન્ન, નિરવદ્ય જીવી, નિષ્પાપ જીવનવાળા સંતો તથા સજ્જનો માટે થાય છે. ઉત્તમ કુળ, શીલ, 3
વ્યવહાર, વ્યાપાર સંપન્ન સદ્ગૃહસ્થોને પણ આર્ય કહેવાય છે. સુધર્મા સ્વામી ઉત્તમ જાતિ, કુળાદિઆર્યની સાથે સાથે જ્ઞાનાર્ય, દર્શનાર્ય, ચારિત્રાર્ય પણ હતા. બીજું વિશેષણ છે थेरे'= સ્થવિર. સ્થવિર એટલે વૃદ્ધ અનુભવી સાધુ. જે પંચાચારમાં સ્વયં સ્થિર છે અને ચતુર્વિધ સંઘને પંચાચારમાં સ્થિર કરવા જે સમર્થ પુરુષ છે તેને સ્થવિર કહેવાય છે. સ્થાનાંગ સૂત્રમાં ત્રણ પ્રકારના સ્થવિર કહ્યા છે– વય સ્થવિર, સૂત્ર સ્થવિર અને પ્રવ્રજ્યા સ્થવિર. સાંઠ (60) વર્ષની ઉંમરવાળાને 'વય સ્થવિર' કહે છે. સ્થાનાંગ, સમવાયાંગ આદિ અંગ સૂત્રોના જ્ઞાતાને 'સૂત્ર સ્થવિર' કહે છે. 20 વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને 'પ્રવ્રજ્યા સ્થવિર' કહે છે. આ ત્રણે અપેક્ષાએ સુધર્મા સ્વામી સ્થવિર હતા.
अज्ज जंबू :–આ આગમના પ્રશ્નકર્તા પંચમ ગણધર સુધર્મા સ્વામીના શિષ્ય આર્ય જંબૂસ્વામી હતા.
શંકા (જિજ્ઞાસા) :– અંગ સૂત્રોના કર્તા ગણધર હોય છે તો અંગસૂત્રમાં તે ગણધર સુધર્મા કે જંબૂસ્વામીનું નામ અને વિશેષણો સૂત્ર પ્રારંભમાં કેમ ?
સમાધાનઃ– વર્તમાનમાં ઉપલબ્ધ સૂત્રો દેવર્ધિગણી ક્ષમાશ્રમણના સમયે થયેલ અંતિમ વાચના રૂપે સંપાદિત થયેલ છે તેના કારણે તે નામો અને તેના બધા વિશેષણો ઉત્થાનિકા સાથે ઉપલબ્ધ થાય છે.
झाणकोठ्ठोवगए :– આ શબ્દની પૂર્વે ઉત્કુટુક આસનનો સંકેત કરેલ છે. તેથી આ શબ્દનો ભાવાર્થ છે કે ધ્યાનના કોઠામાં રહેલા. તાત્પર્ય એ છે કે સૂત્રોક્ત આસને એકાગ્ર ચિત્તે ચિંતનમાં રહેલા જંબૂસ્વામીને નવા સૂત્રની વાચના પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ.
જંબૂસ્વામીની વિનયપ્રતિપત્તિ :–
तए णं से अज्ज जंबू णामं अणगारे जायसड्ढे जायसंसए जायकोउहल्ले, संजायसड्ढे संजायसंसए संजायकोउहल्ले, उप्पण्णसड्ढे उप्पण्णसंसए उप्पण्ण–
कोउहल्ले, समुप्पण्णसड्ढे समुप्पण्णसंसए समुप्पण्णकोउहल्ले उठ्ठाए उठ्ठेइ, उठ्ठाए उठ्ठित्ता जेणामेव अज्जसुहम्मे थेरे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता अज्ज सुहम्मे थेरे तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता अज्जसुहम्मस्स थेरस्स णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे णमंसमाणे अभिमुहं पंजलिउडे विणएणं पज्जुवासमाणे एवं वयासी–
ભાવાર્થ :– ત્યાર પછી આર્ય જંબૂસ્વામીને તત્ત્વ વિષયક શ્રદ્ધા જિજ્ઞાસા જાગૃત થઈ, સંશય થયો, કુતૂહલ જાગ્યું. વિશેષરૂપથી શ્રદ્ધા થઈ, સંશય થયો, કુતૂહલ જાગ્યું. શ્રદ્ધા–સંસય–કુતૂહલ ઉત્પન્ન થયું, વિશેષરૂપથી શ્રદ્ધા–સંશય અને કુતૂહલ ઉત્પન્ન થયું. ત્યારે તેઓ ઉત્થાન કરી(ઉત્સાહથી) ઊભા થયા.
ઊભા થઈને જ્યાં આર્ય સુધર્માસ્વામી હતા ત્યાં આવ્યા. આવીને આર્ય સુધર્મા સ્થવિરને જમણી બાજુથી પ્રારંભીને ત્રણવાર પ્રદક્ષિણા(આવર્તન) કરી વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને સ્થવિર આર્ય વર્ગ 1 /અધ્ય. 1
2
4 શ્રી અંતગડ સૂત્ર સુધર્મા સ્વામીથી ન અતિ નજીક, ન અતિ દૂર ઉચિત આસન પર સ્થિત થઈને, તેમની સન્મુખ બે હાથ જોડી, વિનયપૂર્વક પર્યુપાસના કરતાં સાંભળવાની ઈચ્છાથી આ પ્રમાણે બોલ્યા–
વિવેચન :–
અહીં જંબૂસ્વામીના આંતરિક ઉહાપોહને 12 શબ્દોમાં ક્રમશઃ બતાવ્યો છે. ચાર પ્રકારની શ્રદ્ધા, ચાર પ્રકારનો સંશય, ચાર પ્રકારનું કુતૂહલ. આ બધી જ્ઞાનાવરણીય તથા મોહનીય કર્મના ક્ષયોપશમ અને ઉદયની ક્રમિક અવસ્થાઓ છે.
जाय सड्ढे :– પૂર્વે સાંભળેલા આગમોના તત્ત્વપ્રતિ શ્રદ્ધા થઈ તથા પ્રભુ હવે જે તત્ત્વ વિષયક ભાવ ફરમાવશે, તે સત્ય જ હશે એવી ભગવાન અને ભગવદ્વચન પ્રત્યેની શ્રદ્ધા જાગૃત થઈ. जाय संसए–
''આઠમા અંગના શું શું ભાવો હશે ? કોનું કોનું વર્ણન હશે ?'' આદિ વિષયક જિજ્ઞાસારૂપ સંશય થયો.
जाय कोउहल्ले– ''આર્ય સુધર્મા સ્વામી અંતગડના ભાવો કઈ રીતે કહેશે કે સમજાવશે ? '' એવું કુતૂહલ થયું.
जाय, संजाय, उप्पण्ण, समुप्पण्ण :– આ ચાર શબ્દોમાં પરસ્પર કાર્યકારણ ભાવ છે અને એનો બીજો અર્થ પ્રવૃતિ પણ થાય છે.પ્રથમ અર્થ પ્રમાણે उप्पण, समुप्पण्ण કારણ છે અનેजाय, उप्पण्ण, संजाय, समुप्पण्ण આ ચારે ય શબ્દો ક્રમશઃ અવગ્રહ, ઈહા, અવાય, ધારણારૂપ પ્રવૃત્તિ વિશેષ છે.
પ્રભુ મહાવીરની સ્તુતિ :–
जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं आइगरेणं, तित्थगरेणं, सयं संबुद्धेणं, पुरिसुत्तमेणं, पुरिससीहेणं, पुरिसवरपुंडरीएणं, पुरिसवर– गंधहत्थिणा, लोगुत्तमेणं लोगणाहेणं, लोगहिएणं, लोगपईवेणं, लोगपज्जोयगरेणं, अभयदए णं, चक्खुदएणं मग्गदएणं, सरणदएणं, जीवदएणं, बोहिदएणं, धम्मदएणं, धम्मदेसएणं, धम्मणायगेणं, धम्मसारहिणा, धम्म वर–चाउरंत–चक्कवट्टिणा, दीवोताणं–सरण–गइ–पइठ्ठाणेणं, अपडियहय– वर–णाण–दंसण–धरेणं, वियट्टछउमेणं, जिणेणं, जावएणं, तिण्णेणं, तारएणं, बुद्धेणं, बोहएणं मुत्तेणं, मोयगेणं, सव्वण्णेणं सव्वदरिसिणा, सिव– मयल– मरुय–
मणंत–मक्खय–मव्वाबाह मपुणरावत्तयं सिद्धि गइ–णाम धेयं ठाणं संपत्तेणं, सत्तमस्स अंगस्स उवासगदसाणं अयमठ्ठे पण्णत्ते, अठ्ठमस्स णं भंते ! अंगस्स अंतगडदसाणं समणेणं जाव संपत्तेणं के अठ्ठे पण्णत्ते? एवं खलु जंबू !
समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अठ्ठमस्स अंगस्स अंतगडदसाणं अठ्ठ वग्गा पण्णत्ता । ભાવાર્થ :– હે ભંતે ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જે આદિકર–સર્વજ્ઞતા પ્રાપ્ત થયા પછી 3
5
શ્રુતધર્મની આદિ કરનારા, ચાર તીર્થની સ્થાપના કરનાર, સ્વયંબોધને પામેલા, પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ કમલ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ ગંધ હસ્તી સમાન, લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોકનું હિત કરનાર, લોકમાં દીપક સમાન, લોકમાં પ્રદ્યોત કરનાર, જીવોને અભયદાન દેનારા, જ્ઞાનરૂપી નેત્રના દાતા, મોક્ષમાર્ગના દાતા, શરણદાતા, સંયમરૂપી જીવનદાતા, બોધિબીજ–સમ્યક્ત્વ લાભના દાતા, ધર્મના દાતા, ધર્મના ઉપદેશક, ધર્મના નાયક, ધર્મના સારથી, ચાર ગતિનો અંત કરવામાં શ્રેષ્ઠ ધર્મ ચક્રવર્તી, દ્વીપ સમાન રક્ષક, શરણભૂત, ગતિરૂપ અને આધારભૂત, અપ્રતિહત–બાધારહિત, શ્રેષ્ઠ કેવળજ્ઞાન–કેવળ દર્શનના ધારક, છદ્મસ્થ અવસ્થાથી રહિત, રાગદ્વેષના વિજેતા, અન્યને જીતાવનારા, સંસાર સાગરથી તીર્ણ, અન્યને તારનારા, સ્વયં બોધને પામેલા, અન્યને બોધ પમાડનારા, કર્મોથી મુક્ત, અન્યને મુક્ત કરાવનાર, સર્વજ્ઞ, સર્વદર્શી, કલ્યાણ સ્વરૂપ, સ્થિર, રોગરહિત, અંતરહિત, ક્ષયરહિત, બાધારહિત, પુનરાગમનરહિત એવી સિદ્ધ ગતિ નામક સ્થાનને પ્રાપ્ત થયેલા તે પ્રભુએ સાતમા અંગ ઉપાસકદશાંગનો જે અર્થ કહ્યો છે, તે મેં સાંભળ્યો છે. તો પછી આઠમા અંગ અંતગડદશાનો ભગવાને શું અર્થ પ્રરૂપ્યો(કહ્યો)
છે ? ત્યારે આર્ય સુધર્મા સ્વામીએ ફરમાવ્યું–જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે આઠમા અંગ અંતગડદશા સૂત્રના આઠ વર્ગ કહ્યા છે.
વિવેચન :–
वग्गा :– વર્ગ એટલે શાસ્ત્રનો એક વિભાગ, પ્રકરણ અથવા અધ્યયનોનો સમૂહ.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના आइगरेणं થી લઈ संपत्तेणं સુધીના બધા જ વિશેષણો જ્ઞાતા ધર્મકથાના પ્રથમ શ્રુત સ્કંધના, પ્રથમ અધ્યયનના પ્રારંભિક સૂત્રોમાંથી પૂર્ણ કરેલ છે. ફરક માત્ર संपत्तेणं ની જગ્યાએ ત્યાં ठाणमुवगएणं શબ્દ છે. અંતગડના અન્ય સંસ્કરણોમાં અહીં સંક્ષિપ્ત પાઠ ઉપલબ્ધ છે.
પ્રથમવર્ગના ચરિત્રનાયકો :–
जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अठ्ठमस्स अंगस्स अंतगडदसाणं अठ्ठ वग्गा पण्णत्ता, पढमस्स णं भंते ! वग्गस्स अंतगडदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कइ अज्झयणा पण्णत्ता ?
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अठ्ठमस्स अंगस्स अंतगडदसाणं पढमस्स वग्गस्स दस अज्झयणा पण्णत्ता, तं जहा–
गोयम–समुद्द–सागर, गंभीरे चेव होइ थिमिए य । अयले कंपिल्ले खलु, अक्खोभ–पसेणइ–विण्हू ॥ ભાવાર્થ :– હે ભગવન્ ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામી યાવત્ મોક્ષને પ્રાપ્ત પ્રભુએ આઠમા અંગ વર્ગ 1 /અધ્ય. 1
4
6 શ્રી અંતગડ સૂત્ર અંતગડદશાના આઠ વર્ગ પ્રરૂપ્યા છે, તો હે ભગવન્ ! અંતગડદશાના પ્રથમ વર્ગના કેટલા અધ્યયન ફરમાવ્યા છે ?
જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે આઠમા અંગ અંતગડદશાના પ્રથમ વર્ગના દશ અધ્યયન કહ્યા છે. તે આ પ્રમાણે છે– (1) ગૌતમ (ર) સમુદ્ર (3) સાગર (4) ગંભીર (પ) સ્તિમિત (6) અચલ (7)
કામ્પિલ્ય (8) અક્ષોભ (9) પ્રસેનજિત (10) વિષ્ણુકુમાર.
વિવેચન :–
अज्झयणा :– સૂત્રના અવાંતર વિભાગને અથવા ગ્રંથના એક અંશને અધ્યયન કહે છે. અધ્યયન શબ્દની વ્યાખ્યા એક શ્લોકમાં આ પ્રમાણે છે–
अज्झापरसायणं कम्माणं, अवचओ उवचियाणं । अणुवचओ च णवाणं, तम्हा अज्झयणमिच्छंति ॥ જેનાથી હૃદયને અધ્યાત્મિક શુભ ધ્યાનમાં સ્થિત કરાય છે, જેના દ્વારા પૂર્વસંચિત કર્મો નાશ થાય છે અને નવા કર્મોનો બંધ રોકાય છે, તેને અધ્યયન કહે છે.
ગૌતમકુમાર :–
जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अठ्ठमस्स अंगस्स अंतगडदसाणं पढमस्स वग्गस्स दस अज्झयणा पण्णत्ता । पढमस्स णं भंते ! अज्झयणस्स अंतगडदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अठ्ठे पण्णत्ते ?
एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं बारवई णामं णयरी होत्था । दुवालसजोयणायामा, णव–जोयण–वित्थिण्णा, धणवइ–मइ–णिम्माया, चामीकर–पागारा, णाणामणि पंचवण्ण–कविसीसगमंडिया, सुरम्मा, अलकापुरी–संकासा, पमुदिय–पक्कीलिया पच्चक्खं देवलोगभूया पासादीया दरिसणिज्जा अभिरूवा पडिरूवा । तीसेणं बारवईए णयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए एत्थ णं रेवयए णामं पव्वए होत्था । तत्थणं रेवयए पव्वए णंदणवणे णामं उज्जाणे होत्था । वण्णओ । सुरप्पिए णामं जक्खायतणे होत्था, पोराणे, से णं एगेणं वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते, असोगवरपायवे । 5
7
ભાવાર્થ :– હે ભંતે ! મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આઠમા અંગ અંતગડદશાના પ્રથમ વર્ગના દસ અધ્યયન ફરમાવ્યા છે. તો પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનનો ભગવાને શું ભાવ (અર્થ)
ફરમાવ્યો છે ?
જંબૂ ! તે કાલે, તે સમયે દ્વારકા નામની નગરી હતી. તે બાર યોજન લાંબી, 9 યોજન પહોળી, ધનપતિ વૈશ્રમણ દેવ કુબેરની બુદ્ધિ કૌશલ્યથી નિર્મિત(બનાવાયેલી), સુવર્ણ કોટથી યુક્ત, પંચવર્ણા અનેકવિધ મણિઓ જડિત, કાંગરાઓથી સુશોભિત હતી અને કુબેરની નગરી અલકાપુરી જેવી, આમોદ, પ્રમોદ અને ક્રીડાના સ્થાનરૂપ, સાક્ષાત્ દેવલોક સમાન ચિત્તને પ્રસન્ન કરનારી, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ હતી.
તે દ્વારકા નગરીની બહાર ઉત્તરપૂર્વ (ઈશાન) ખૂણામાં રૈવતક નામનો પર્વત હતો. તે પર્વત પર નંદનવન નામનું ઉદ્યાન હતું. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રવત્ જાણવું. તે ઉદ્યાન અનેકવિધ વૃક્ષોના સમુદાયથી યુક્ત હતું. જેની મધ્યમાં એક સુંદર અશોકવૃક્ષ હતું, આ પ્રકારના વનખંડથી ઘેરાયેલું, અતિ પ્રાચીન સૂરપ્રિય નામના યક્ષનું યક્ષાયતન હતું.
વિવેચન :–
પ્રથમના ચાર સૂત્રો ભૂમિકારૂપે હતા. હવે પાંચમાં સૂત્રથી અંતગડ સૂત્રના કથાવિષયનો પ્રારંભ થાય છે. સૌ પ્રથમ અંતગડ સૂત્રના ચરિત્રનાયક ગૌતમકુમાર છે.
અહીં દ્વારકા નગરી માટે बारवई સંસ્કૃત રૂપ द्वारवती શબ્દનો પ્રયોગ થયો છે. બારવઈ–
દ્વારવતી કે દ્વારકા ત્રણે એક જ નગરીના બોધક છે.
बारवई– આ નગરીના દરવાજા અતિશય મોટા–વિશાળ હોવાના કારણે તેનું નામ 'બારવઇ' રાખવામાં આવ્યું તથા બારવઈ એટલે જે નગરીના બાર પતિ હતા. (દશ દશાર્હ તથા બળદેવ અને કૃષ્ણ વાસુદેવ).
તેથી પણ તેનું નામ બારવઈ પડ્યું. સમય જતા તે જ બારવઈ ''દ્વારકા''ના નામે પ્રસિદ્ધ થઈ.
दुवालसजोयणायामा– દ્વારકા નગરી બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી હતી. અહીં યોજનનું માપ ''આત્માંગુલથી'' સમજવું. દરેક કાળના મનુષ્યોના પોતાના અંગુલને ''આત્માંગુલ'' કહે છે. અંગુલનું વર્ણન અનુયોગદ્વાર સૂત્રથી સમજવું. 96 અંગુલનો એક ધનુષ થાય. બે હજાર ધનુષનો એક ગાઉ અને ચાર ગાઉનો એક યોજન થાય. 12 યોજન = 48 ગાઉ (144 કિ.મી.) લાંબી તથા 9 યોજન = 36 ગાઉ (108 કિ.મી.) પહોળી થાય.
धणवइ–मइ–णिम्माया :– દેવ દ્વારા નગરીનું નિર્માણ– જૈન દર્શનમાં 23 ઉત્તમ પદવીમાં બે પદવી પ્રતિવાસુદેવ અને વાસુદેવની પણ છે... તે સમયે જરાસંધ પ્રતિવાસુદેવ હતા અને કૃષ્ણ મહારાજ વાસુદેવ હતા. જરાસંધને નિમિત્તક દ્વારા ખબર પડી કે પોતાનું મૃત્યુ કૃષ્ણના હાથે છે ત્યારે મૃત્યુની મહાસત્તાને જીતવા ત્રિખંડાધિપતિ જરાસંધે કૃષ્ણને મારી નાખવા તથા સમસ્ત યાદવ વંશનો નાશ કરવા સત્તાના અનેક વર્ગ 1 /અધ્ય. 1
8 શ્રી અંતગડ સૂત્ર ક્રૂર ચક્રો ગતિમાન કર્યા. જરાસંધના આવા ક્રૂર આતંકથી સમસ્ત યાદવો ત્રાસી ગયા. કૃષ્ણની ''વાસુદેવ'' તરીકેની કાળલબ્ધિ ક્ષેત્ર કે સમયથી હજુ પરિપક્વ થઈ ન હતી. તેથી કૌષ્ટુકી નિમિત્તકના નિમિત્તજ્ઞાનના આધારે યાદવો શૌર્યપુર નગર છોડીને સૌરાષ્ટ્રના સમુદ્રતટે પહોંચ્યા, જ્યાં સત્યભામાએ જોડકા પુત્રોને જન્મ આપ્યો. નિમિત્તજ્ઞાન પ્રમાણે તે સમુદ્રતટને નગરી યોગ્ય સુરક્ષિત સ્થાન જાણી, કૃષ્ણ મહારાજે અઠ્ઠમતપ આરાધી વૈશ્રમણ કુબેરદેવને પ્રસન્ન કર્યા. કૃષ્ણ મહારાજે નવી નગરી વસાવવાનું નિવેદન કર્યું.
ત્યારે ધનપતિ કુબેરે આભિયોગિક દેવોની મદદથી અત્યંત શીઘ્રતાપૂર્વક દિવ્ય દેવબુદ્ધિ દ્વારા(દેવ યોજનાનુસાર) નૂતન નગરીનું નિર્માણ કર્યું.
આ દ્વારકા નગરીને સૂત્રકારે अलकापुरी संकासा અર્થાત્ અલકાપુરી સમાન કહી છે.
''અલકાપુરી'' વૈશ્રમણ કુબેરની નગરીનું નામ છે. તે દેવ નગરી હોવાથી અત્યંત અદ્વિતીય સૌંદર્યયુક્ત છે. કુબેરે પોતાની નગરીની તમામ વિશેષતાઓ દ્વારકા નગરીમાં ઉતારી હતી. એની બનાવટ–સજાવટમાં ક્યાંય ખામી રાખી નહોતી. તેથી જ દ્વારકાને કુબેરની નગરી સાથે સરખાવી કે ઉપમિત કરી છે તે ઉચિત જ છે. पासाइया આદિ ચાર વિશેષણોનો અર્થ આ પ્રમાણે કર્યો છે.
-1 पासादीया– હૃદયમાં આનંદ–પ્રમોદ–પ્રસન્નતા ઉત્પન્ન કરે એવી નગરી. (ર) दरिसणिज्जा–
જે નગરીને જોયા પછી આંખો થાકે નહીં તથા જેને નિરંતર જોવાની ઈચ્છા થયા કરે એવી નગરી. (3)
अभिरूवा– જે નગરીની દીવાલો ઉપર રાજહંસ, ચક્રવાક, સારસ, હાથી, મહિષ, મૃગાદિ તથા જળમાં વિચરતાં મગરમચ્છાદિ જલીય પ્રાણીઓના સુંદર ચિત્રો ચિત્રિત કર્યા હોય એવી નગરી. (4)पडिरूवा–
જે નગરીને જ્યારે જ્યારે જુઓ ત્યારે તેમાં જોનારને કંઈકને કંઈક નવીનતા પ્રતિભાસિત થાય એવી નગરી.
શ્રી કૃષ્ણ વાસુદેવની રાજસંપદા :–
तत्थ णं बारवईए णयरीए कण्हे णामं वासुदेवे राया परिवसइ । रायवण्णओ। से णं तत्थ समुद्दविजयपामोक्खाणं दसण्हं दसाराणं बलदेवपामोक्खाणं पंचण्हं महावीराणं, पज्जुण्णपामोक्खाणं अद्धुठ्ठाणं कुमारकोडीणं, संबपामोक्खाणं सठ्ठीए दुद्दंतसाहस्सीणं, महासेणपामोक्खाणं छप्पण्णाए बलवग्गसाहस्सीणं वीरसेणपामोक्खाणं एगवीसाए वीरसाहस्सीणं । उग्गसेणपामोक्खाणं सोलसण्हं रायसाहस्सीणं, रुप्पिणी पामोक्खाणं सोलसण्हं देविसाहस्सीणं अणंगसेणा– पामोक्खाणं अणेगाणं गणिया साहस्सीणं, अण्णेसिं च बहूणं, ईसर तलवर माडंबिय– कोडुंबिय इब्भ–सेठ्ठिसेणावइ सत्थवाहाणं बारवईए णयरीए अद्धभरहस्स य समंतस्स आहेवच्चं पोरेवच्चं 6
9
भट्टित्तं सामित्तं महत्तरगत्तं आणाईसरसेणावच्चं कारेमाणे पालेमाणे महयाऽऽहय–णट्ट–गीय–वाइयतंती–तल–तालतुडिय–घण–मुयंग–
पडुप्पवाइयरवेणं विउलाइं भोगभोगाइं भुंजमाणे विहरइ । ભાવાર્થ :– તે દ્વારકા નગરીમાં કૃષ્ણ નામના વાસુદેવ રાજા રાજ્ય કરતા હતા. રાજવર્ણન ઉવવાઈ સૂત્રાનુસાર જાણવું. તેઓ(કૃષ્ણ મહારાજ)સમુદ્રવિજય પ્રમુખ દશ પૂજ્યજનો, બળદેવ પ્રમુખ પાંચ મહાવીર, પ્રદ્યુમ્નકુમાર પ્રમુખ સાડા ત્રણ કરોડ રાજકુમારો, શાંબકુમાર પ્રમુખ 60 હજાર દુર્દાન્તકુમારો, મહાસેન પ્રમુખ 56 હજાર સેનાપતિઓ, વીરસેન પ્રમુખ એકવીસ હજાર વીરો, ઉગ્રસેન પ્રમુખ 16 હજાર રાજા, રુક્મિણી પ્રમુખા 16 હજાર રાણીઓ, અનંગસેના પ્રમુખા હજારો ગણિકાઓ તથા બીજા અનેક ઐશ્વર્યશાળી તલવર, માડમ્બિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ સાર્થવાહો સહિત દ્વારકા તથા અડધા ભારત વર્ષ પર આધિપત્ય કરતાં આગેવાની, ભર્તૃત્વ, સ્વામિત્વ, મહત્તરત્વ(મોટાઈ) અને આજ્ઞાકારક સેનાપતિત્વ કરતા, પાલન કરતા, કથાનૃત્ય, ગીતનાટ્ય, વાદ્ય, વીણા, કરતાલ, તૂર્ય, મૃદુંગને કુશળ પુરુષો દ્વારા વગાડવામાં આવતી મહાધ્વનિ સહિત વિપુલ ભોગોને માણતા–અનુભવતા વિચરતા હતા.
વિવેચન :–
આ સૂત્રમાં સૂત્રકારે કૃષ્ણ મહારાજની ત્રણે ખંડની બાહ્ય આભ્યંતર રાજ સંપદાઓનું વર્ણન કર્યું છે. રાજાની સાચી સંપત્તિ તો ઉત્તમ, ગુણવાન, શૌર્યવંતી, ખમીરવંતી તેની પ્રજા જ છે.
दसण्हं दसाराणं :– કૃષ્ણ મહારાજ સ્વયં જેમનું માન–સન્માન જાળવતા એવા દશ દશાર્હ (પૂજ્યજનો)
તેમની સંપદા હતી. જેના નામ આ પ્રમાણે છે– વૃત્તિકાર અભયદેવ સૂરિના શબ્દોમાં –
समुद्रविजयोऽक्षोभ्यस्तिमितः सागरस्तथा । हिमवानचलश्चैव, धरणः पूरणस्तथा ॥1॥ अभिचंद्रश्च नवमो वसुदेवश्च वीर्यवान् । वसुदेवानुजे कन्ये, कुंती मद्री च विश्रुते ॥2॥ दश च तेऽर्हश्चि पूज्याः इति दशार्हाः । કૃષ્ણ મહારાજના પિતા વસુદેવ દસ ભાઈઓ હતા. (1) સમુદ્રવિજય (ર) અક્ષોભ્ય (3) સ્તિમિત (4) સાગર (પ) હિમવાન્ (6) અચલ (7) ધરણ (8) પૂરણ (9) અભિચંદ્ર (10) વસુદેવ. સૌથી મોટા સમુદ્રવિજય અને સૌથી નાના વસુદેવ અને બે બહેનો કુંતી અને માદ્રી હતા.
પારિવારિક સંપદા :– 16 હજાર રુક્મિણી આદિ રાણીઓ, કૃષ્ણ મહારાજની પારિવારિક સંપદા હતી.
બળસંપદા :– સાડા ત્રણ કરોડ પ્રદ્યુમ્નાદિ કુમારો, 60 હજાર શાંબાદિ દુર્દાન્ત કુમારો, બળદેવાદિ પાંચ મહાવીર, મહાસેનાદિ 56 હજાર સેનાપતિઓ, ઉગ્રસેનાદિ 16 હજાર મુગટબંધી રાજાઓ, વીરસેન પ્રમુખ વર્ગ 1 /અધ્ય. 1
10 શ્રી અંતગડ સૂત્ર 21 હજાર વીર પુરુષો આ કૃષ્ણ મહારાજની શૌર્ય (બળ) સંપદા હતી. વીર, મહાવીર, દુર્દાન્ત વગેરે શૌર્ય પ્રદર્શિત કરનારા શબ્દો છે. જેવી રીતે આજે સૈનિકોને વીરચક્ર, મહાવીર ચક્ર, પરમવીર ચક્ર વગેરે ઈલ્કાબ આપવામાં આવે છે. बलवग्ग બળ એટલે સૈનિકો અને वग्ग એટલે સમૂહ, સૈનિકોના સમૂહને, સૈનિકોની ટૂકડીઓ (રેજિમેન્ટ્સ)ને बलवग्ग કહે છે.बलवग्गसाहस्सीणंએટલે સૈન્યદળના ઉપરી અર્થાત્ સેનાપતિ.
નગરસંપદા :– ૠદ્ધિ ઐશ્વર્ય સંપન્ન અનેક તલવર, સાર્થવાહ આદિ ગરવી પ્રજા, અનંગસેના પ્રમુખા હજારો ગણિકાઓ કૃષ્ણ મહારાજની નગર સંપદા હતી. તદુપરાંત અર્ધભરત ક્ષેત્રની તમામ ઊંચ–નીચ મધ્યમ જનતા પણ નગર સંપદા જ ગણાય.
લવણ સમુદ્રથી ચુલ્લ હિમવંત પર્વત સુધી છ ખંડમાં વિભાજીત અર્ધચંદ્રાકારે ભરતક્ષેત્ર છે. તેની મધ્યમાં વૈતાઢ્ય પર્વત છે. જેના કારણે ભરતક્ષેત્રના બે ભાગ થાય ઉત્તર અને દક્ષિણ. ચુલ્લ હિમવંત પર્વતના પદ્મદ્રહમાંથી નીકળતી ગંગા–સિંધુ નદીના કારણે તેના છ વિભાગ થાય છે. જેને છ ખંડ કહેવાય છે. ચક્રવર્તી ષટ્ખંડાધિપતિ અને વાસુદેવ ત્રિખંડાધિપતિ કહેવાય છે. આમ કૃષ્ણ મહારાજ લવણ સમુદ્રથી વૈતાઢ્ય પર્વત પર્યંતના ત્રણ ખંડનું (1–ર–6 ખંડ) આધિપત્ય ભોગવતાં વિચરતા હતા.
આ સમસ્ત બાહ્ય આભ્યંતર સંપદા માત્ર દ્વારકામાં જ નહીં પરંતુ ત્રણે ખંડમાં નિવાસ કરતી હતી. આ સંપદા એક દ્વારકામાં સમાઈ પણ ન શકે.
ગૌતમકુમારનું પાણિગ્રહણ :–
तत्थ णं बारवईए णयरीए अंधगवण्ही णामं राया परिवसइ, वण्णओ । तस्स णं अंधगवण्हिस्स रण्णो धारिणी णामं देवी होत्था, वण्णओ । तए णं सा धारिणी देवी अण्णया कयाइं तंसि तारिसगंसि सयणिज्जंसि एवं जहा महब्बले–
सुमिणदंसण–कहणा, जम्मं बालत्तणं कलाओ य । जोव्वण–पाणिग्गहणं, कण्णा वासा य भोगा य ॥ णवरं गोयमो णामेणं । अठ्ठण्हं रायवरकण्णाणं एगदिवसेणं पाणिं गेण्हावेंति । अठ्ठठ्ठओ दाओ । ભાવાર્થ :– તે દ્વારકા નગરીમાં યાદવોના જ્યેષ્ઠ સ્થાનીય અંધકવૃષ્ણિ રાજા નિવાસ કરતા હતા. તેમનું વર્ણન પૂર્વ સૂત્રવત્ સમજવું. તે અંધકવૃષ્ણિ રાજાને ધારિણી નામની રાણી હતી. તેમનું વર્ણન અન્ય સૂત્રથી જાણવું. રાણી ધારિણીદેવી એકદા ઉત્તમ શય્યામાં સૂતાં હતાં. જેવી રીતે જ્ઞાતાસૂત્રમાં સ્વપ્નદર્શન, કથન, પુત્રજન્મ, તેની બાળલીલા, કળાજ્ઞાન, યૌવન, પાણિગ્રહણ(લગ્ન), રમ્ય પ્રાસાદ એવમ્ ભોગાદિનું વર્ણન મહાબલ કુમારનું છે, તેવી જ રીતે અહીં પણ સમજવું. ફરક માત્ર કુમારનું નામ ગૌતમ પાડવામાં આવ્યું.
યોગ્ય વયે તેનું એક જ દિવસે આઠ રાજકન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું અને દહેજમાં આઠ–આઠ પ્રકારની વસ્તુઓ આપી.
7
11
વિવેચન :–
આ સૂત્રમાં ગૌતમકુમારના ગર્ભ આગમનથી વિવાહ તથા વિષય ઉપભોગ સુધીનું સંક્ષિપ્ત વર્ણન છે. વિસ્તૃત વર્ણન માટે મહાબલ કુમારના વર્ણનથી જાણવાની ભલામણ છે. જે અધિકાર ભગવતી સૂત્ર શતક.11, ઉદ્દે.11માં છે.
ગૌતમકુમારનું અભિનિષ્ક્રમણ :–
तेणं कालेणं तेणं समएणं अरहा अरिठ्ठणेमी आइगरे जाव संजमेण तवसा अप्पाणं भावेमाणे विहरइ, चउव्विहा देवा आगया । कण्हे वि णिग्गए । तएणं तस्स गोयम कुमारस्स जाव जहा मेहे तहा णिग्गए । धम्मं सोच्चा णिसम्म हठ्ठतुठ्ठे जाव जं णवरं देवाणुप्पिया! अम्मापियरो आपुच्छामि तओ पच्छा देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता आगाराओ अणगारियं पव्वयामि । एवं जहा मेहे जाव तहा गोयमे वि सयमेव पंचमुठ्ठियं लोयं करेइ । करित्ता जेणामेव समणे भगवं अरिठ्ठणेमी तेणामेव उवागच्छइ । उवागच्छित्ता समणं भगवं अरिठ्ठणेमिं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ करित्ता वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी–
आलित्ते णं भंते! लोए, पलित्ते णं भंते! लोए, आलित्तपलित्ते णं भंते! लोए जराए मरणेण य । से जहा णामए केई गाहावई आगारंसि झियायमाणंसि जे तत्थ भंडे भवइ अप्पभारे मोल्लगुरुए तं गहाय आयाए एगंतं अवक्कमइ, ए स मे णित्थारिए समाणे पच्छा पुरा हियाए सुहाए खमाए णिस्सेसाए आणुगामियत्ताए भविस्सइ । एवामेव मम वि एगे आया भंडे इठ्ठे कंते पिए मणुण्णे मणामे, एस मे णित्थारिए समाणे संसारवोच्छेयकरे भविस्सइ । तं इच्छामि णं देवाणुप्पियाहिं सयमेव पव्वावियं, सयमेव मुंडावियं, सेहावियं, सिक्खावियं, सयमेव आयार– गोयर–विणय–वेणइय–चरण–करण–जाया–
मायावत्तियं धम्ममाइक्खियं । ભાવાર્થ :– તે કાલે, તે સમયે ધર્મના પ્રવર્તક અર્હંત અરિષ્ટનેમિ ભગવાન સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરણ કરી રહ્યા હતા. દ્વારકાનગરીના સમવસરણમાં ચાર પ્રકારના દેવો ઉપસ્થિત થયા.
કૃષ્ણ વાસુદેવ પણ ત્યાં આવ્યા. ત્યારે ગૌતમકુમાર પણ મેઘકુમારની જેમ દર્શન કરવા નીકળ્યા. ભગવાન અરિષ્ટનેમિના દર્શનાર્થે આવેલા ગૌતમકુમારે પણ ધર્મશ્રવણ કર્યું.
દેશના સાંભળ્યા બાદ ગૌતમકુમાર બોલ્યા, ''હે દેવાનુપ્રિય ! હું મારા માતાપિતાની આજ્ઞા પ્રાપ્ત વર્ગ 1 /અધ્ય. 1
8
12 શ્રી અંતગડ સૂત્ર કરી આપની પાસે દીક્ષા ગ્રહણ કરીશ.'' જે પ્રકારે ભગવાન મહાવીર સ્વામી પાસે મેઘકુમાર દીક્ષિત થયા હતા તે જ પ્રકારે ગૌતમકુમાર પણ લોચ કરીને જ્યાં અરિષ્ટનેમિ ભગવાન હતા ત્યાં આવ્યા અને શ્રમણ ભગવાન અરિષ્ટનેમિને ત્રણવાર વિધિપૂર્વક વંદના–નમસ્કાર કર્યા અને બોલ્યા–
ભગવંત ! આ સંસાર જરા મૃત્યુ રૂપ અગ્નિથી આદીપ્ત છે, પ્રદીપ્ત છે. જેમ કોઈ ગાથાપતિના ઘરમાં અચાનક આગ લાગતાં ઘરનો સ્વામી અલ્પ વજનવાળી અને બહુમૂલ્યવાળી વસ્તુઓને ગ્રહણ કરીને પોતે એક બાજુ ચાલ્યા જાય છે. તે વિચારે છે કે– ''આગમાંથી બચાવેલી વસ્તુ મારા માટે આગળ, પાછળ હિતકારી, સુખકારી કે સામર્થ્યકારી તેમજ કલ્યાણકારી થશે અને ભવિષ્યમાં ઉપભોગમાં ઉપયોગી થશે. તેમ જરા મરણની અગ્નિમાં માનવ જીવન ભસ્મ થાય તે પહેલા હું મારા આત્માને તેમાંથી બચાવી લઉં, કારણ કે મારો આત્મા મને ઈષ્ટ છે, કાંત છે, પ્રિય છે, મનોજ્ઞ અને અતિશય મનોહર છે. જેના દ્વારા જન્મ મરણ રૂપ સંસારનો ઉચ્છેદ કરી શકું.'' તેથી જ હું એમ ઈચ્છું છું કે દેવાનુપ્રિય ! આપ સ્વયં જ મને પ્રવ્રજ્યા આપો. મુનિવેશ મને પ્રદાન કરો. આપ સ્વયં જ મને મુંડિત કરી, મારો લોચ કરો, સ્વયં જ પ્રતિલેખન આદિ શીખવો, આપ સ્વયં જ સૂત્ર અને અર્થ પ્રદાન કરીને શિક્ષા આપો, આપ સ્વયં જ જ્ઞાનાદિક આચાર, ગોચર, વિનય, વૈનયિક, ચરણ સત્તરી, કરણસત્તરી, સંયમયાત્રા અને માત્રાદિરૂપ ધર્મનું પ્રરૂપણ કરો.
ગૌતમ અણગાર :–
तए णं समणे भगवं अरिठ्ठणेमी सयमेव पव्वावेइ जाव धम्ममाइक्खइ एवं देवाणुप्पिया! गंतव्वं चिठ्ठियव्वं णिसीयव्वं तुयट्टियव्वं भुंजियव्वं भासियव्वं, एवं उठ्ठाए उठ्ठाय पाणेहिं भूएहिं जीवेहिं सत्तेहिं संजमेणं संजमियव्वं, अस्सिं च णं अठ्ठे णो पमाएयव्वं । तए णं से गोयमेकुमारे समणस्स भगवओ अरिठ्ठणेमिस्स अंतिए इमं एयारूवं धम्मियं उवएसं सोच्चा णिसम्म सम्मं पडिवज्जइ । तमाणाए तह गच्छइ, तह चिठ्ठइ, तह णिसीयइ, तह तुयट्टइ, तह भुंजइ, तह भासइ, तह उठ्ठाए उठ्ठाय पाणेहिं भूएहिं जीवेहिं सत्तेहिं संजमइ तए णं से गोयमे अणगारे जाए– इरियासमिए जाव इणमेव णिग्गंथं पावयणं पुरओ काउं विहरइ । ભાવાર્થ :– ત્યાર પછી શ્રમણ ભગવાન અરિષ્ટનેમિએ ગૌતમકુમારને સ્વયં જ પ્રવ્રજ્યા આપી અને સ્વયં જ આચાર ગોચર આદિ ધર્મની શિક્ષા આપીને કહ્યું કે હે દેવાનુપ્રિય ! આ પ્રમાણે પૃથ્વી પર યુગ્મ માત્ર દષ્ટિ રાખીને ચાલવું જોઈએ. આ પ્રમાણે–નિર્જીવ ભૂમિ પર ઊભા રહેવું. ભૂમિને પ્રમાર્જન કરીને 9
13
બેસવું જોઈએ. શરીરની પ્રમાર્જના કરી, શયન કરવું જોઈએ.
નિર્દોષ આહાર કરવો, હિત–મિત અને મધુર બોલવું જોઈએ. આ પ્રમાણે અપ્રમત્ત અને સાવધાન બનીને પ્રાણી(વિકલેન્દ્રિય), ભૂત(વનસ્પતિકાય), જીવ(પંચેન્દ્રિય)અને સત્ત્વ(શેષ ચાર એકેન્દ્રિય)ની રક્ષા કરીને સંયમનું પાલન કરવું જોઈએ. આ વિષયમાં લેશમાત્ર પણ પ્રમાદ કરવો ન જોઈએ.
ત્યાર પછી ગૌતમકુમાર મુનિએ ભગવાન અરિષ્ટનેમિની સમીપે આ પ્રમાણેનો ધર્મોપદેશ સાંભળી, હૃદયમાં ધારણ કરી સમ્યક્ પ્રકારે અંગીકાર કર્યો. તેઓ ભગવાનની આજ્ઞાનુસાર ગમન કરતા, ઊભા રહેતા, બેસતા, શયન કરતા, આહાર કરતા એવં મધુર ભાષણ કરતા, પ્રમાદ અને નિદ્રાનો ત્યાગ કરી, પ્રાણી–ભૂત–જીવ–સત્ત્વની રક્ષા કરતાં સંયમની આરાધના કરવા લાગ્યા. આમ અણગાર બન્યા પછી ગૌતમકુમાર મુનિ નિર્ગ્રંથ પ્રવચનને સન્મુખ રાખીને ભગવાનની આજ્ઞાનું પાલન કરતાં વિચરણ કરવા લાગ્યા.
તપ સંયમ પૂર્વક વિચરણ :–
तए णं से गोयमे अण्णया कयाइं अरहओ अरिठ्ठणेमिस्स तहारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाइं एक्कारस अंगाइ अहिज्जइ अहिज्जित्ता बहूहिं चउत्थ छठ्ठठ्ठम–दसम–दुवालसेहिं मासद्धमासखमणेहिं विविहेहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणे विहरइ । तए णं अरहा अरिठ्ठणेमी अण्णया कयाइं बारवईओ णयरीओ णंदणवणाओ पडिणिक्खमइ, बहिया जणवयविहारं विहरइ । ભાવાર્થ :– નિર્ગ્રંથ પ્રવચનને સર્વસ્વ સમર્પિત ગૌતમ અણગારે અન્યદા કોઈ સમયે અર્હત્ અરિષ્ટનેમિ પ્રભુના તથારૂપ સ્થવિર ભગવંત પાસે સામાયિક આદિ અગિયાર અંગોનો વિનયપૂર્વક અભ્યાસ કર્યો.
જ્ઞાનાભ્યાસ સાથે ઉપવાસ, છઠ, અઠ્ઠમ, ચોલા, પંચોલા, માસખમણ, અર્ધમાસખમણાદિ અનેકવિધ તપસાધનાથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા.
ત્યાર પછી અર્હત્ અરિષ્ટનેમિ કોઈ એક સમયે દ્વારિકા નગરીના નંદનવનથી વિહાર કરી બાહ્ય જનપદોમાં વિચરવા લાગ્યા.
વિવેચન :–
ધર્મકથાનુયોગમાં વર્ણિત જીવન ચરિત્રોમાં પ્રત્યેક સાધકના બે મહત્વપૂર્ણ પાસાઓ તરફ સૂત્રકારે સંકેત કર્યો છે. (1) સાધકનો અભ્યાસ (ર) સાધકની તપસાધના. તેથી પ્રાચીન કાલીન શ્રમણ સંસ્કૃતિની આચારસંહિતાનું સુંદર દર્શન થાય છે કે સાધક જીવનના મુખ્ય બે જ લક્ષ હતા અને હોવા જોઈએ. તે છે જ્ઞાન–ધ્યાન અને તપ–ત્યાગ.
વર્ગ 1 /અધ્ય. 1
10
14 શ્રી અંતગડ સૂત્ર આ સૂત્રમાં ગૌતમ અણગારની બાહ્ય, આભ્યંતર આરાધનાનું વર્ણન કરવામાં આવ્યું છે.
આભ્યંતર તપસાધનામાં સ્વાધ્યાય અને ધ્યાનનું વિશિષ્ટ સ્થાન છે. ગૌતમ અણગારે તથારૂપ સ્થવિર ભગવંતના સાંનિધ્યે વિનયપૂર્વક પાયાનું જ્ઞાન સામાયિકથી લઈ અગિયાર અંગોનું અધ્યયન કર્યું.
ચિંતન અને મનન દ્વારા સમસ્ત જ્ઞાનને ધારણામાં ઢાળી દીધું અને બાહ્ય તપસાધનામાં ઉપવાસથી લઈ માસખમણ, અર્ધમાસખમણાદિ અનેકવિધ તપ દ્વારા આત્માના અણુએ અણુને રંગી દીધા.
सामाइयमाइयाइं :– અહીં સામાયિક શબ્દથી આવશ્યક સૂત્રનું પ્રથમ અધ્યયન લેવાનું છે અર્થાત્ ગૌતમ અણગારે આવશ્યક સૂત્રથી 11 મા અંગ વિપાક સૂત્ર સુધીના અંગસૂત્રોનું અધ્યયન કર્યું.
પ્રશ્ન :– અહીં પ્રશ્ન થાય કે ગૌતમ અણગારે જે અગિયાર અંગોનો અભ્યાસ કર્યો, તેમાં આઠમા અંગ અંતગડ સૂત્રનો અભ્યાસ પણ કર્યો. અંતગડ સૂત્રનું પહેલું અધ્યયન ગૌતમકુમારનું છે. તો શું તેઓએ પોતાની જ જીવન સાધનાનો અભ્યાસ કર્યો ?
સમાધાન :– આ અંતગડ સૂત્ર પ્રભુ મહાવીર સ્વામીની વાચનાનું આઠમું અંગ છે અને ગૌતમ અણગારે જે અંતગડનો અભ્યાસ કર્યો તે તત્કાલિન અરિહંત અરિષ્ટનેમિ ભગવાનની વાચનાના અંતગડ સૂત્રનો અભ્યાસ કર્યો હતો. વસ્તુતઃ પ્રત્યેક તીર્થંકરના શાસનમાં અનેક વાચનાઓ થાય છે. તેમાં દરેક વાચનામાં શિક્ષારૂપ પ્રયોજન, કથન કરવાયોગ્ય ભાવો એક સમાન જ હોય છે. માત્ર જીવનના (ચારિત્રના)નાયક ભિન્ન ભિન્ન હોય છે.
ગૌતમકુમારનું સિદ્ધિગમન :–
तए णं से गोयमे अणगारे अण्णया कयाइ जेणेव अरहा अरिठ्ठणेमी तेणेव उवागच्छइ, उवागच्छित्ता अरहं अरिठ्ठणेमिं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी–
इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे मासियं भिक्खुपडिमं उवसंपज्जित्ताणं विहरित्तए । एवं जहा खंदओ तहा बारस भिक्खुपडिमाओ फासेइ । गुणरयणं पि तवोकम्मं तहेव फासेइ णिरवसेसं । जहा खंदओ तहा चिंतेइ, तहा आपुच्छइ, तहा थेरेहिं सद्धिं सेत्तुंजं दुरूहइ, बारस वरिसाइं परियाए मासियाए संलेहणाए अप्पाणं झोसेइ, झोसित्ता सठ्ठिं भत्ताइं अणसणाए छेदेइ, छेदित्ता जस्सठ्ठाए कीरइ णग्गभावे मुंडभावे, केसलोए, बंभचेरवासे, अण्हाणगं, अदंतवणयं अच्छत्तयं, अणुवाहणयं, भूमिसेज्जाओ, फलगसेज्जाओ, कठ्ठ सेज्जाओ परघरप्पवेसे, लद्धावलद्धाइं माणावमाणाइं, परेसिं हीलणाओ, णिंदणाओ, खिंसणाओ, तालणाओ, गरहणाओ, उच्चावया 11
15
विरूवरूवा गामकंटगा बावीसं परीसहोवसग्गा अहियासिज्जंति, तमठ्ठं आराहेइ, चरिमेहिं उस्सास णिस्सासेहिं सिद्धे बुद्धे मुत्ते परिणिव्वुडे सव्वदुक्खपहीणे । ભાવાર્થ :– અન્યદા એક સમયે ગૌતમ અણગાર અરિહંત અરિષ્ટનેમિ પ્રભુ સમીપે પધાર્યા. અરિષ્ટનેમિ પ્રભુને ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરી વિનયપૂર્વક આ પ્રમાણે બોલ્યા– હે પ્રભો ! હું આપની અનુજ્ઞા હોય તો પ્રથમ માસિકી ભિક્ષુપ્રતિમા અંગીકાર કરવા ઈચ્છું છું. ભગવાનની અનુજ્ઞા પામીને ખંધક અણગારની જેમ બાર ભિક્ષુ પ્રતિમાઓનું પાલન કરી, ''ગુણરત્ન સંવત્સર'' તપનું આરાધન કર્યું. શેષ ખંધક અણગારની જેમ ચિંતન, મનન કરી, અરિષ્ટનેમિ પ્રભુ સમીપે પૃચ્છા કરી, તથારૂપ સ્થવિર મુનિઓ સાથે શત્રુંજય પર્વત પર આરોહણ કર્યું. પૃથ્વી શિલાપટ્ટકની પ્રતિલેખના પ્રમાર્જના કરી વિધિપૂર્વક સંલેખના વ્રત અંગીકાર કર્યું. બાર વર્ષની સંયમ પર્યાય પાળી, આહારની અભિલાષાથી સર્વથા રહિત થઈ એક માસની સંલેખના દ્વારા આત્માને આરાધિત કર્યો, કરીને સાંઠ(60)ભક્ત(ભોજન)નો પરિત્યાગ કર્યો, કરીને જે અર્થ–પ્રયોજન માટે નગ્નભાવ–
સાધુવૃત્તિ–મુંડભાવ–દ્રવ્યથી શિરમુંડન અને ભાવથી પરિગ્રહત્યાગ, કેશલોચ, બ્રહ્મચર્યવાસ, અસ્નાનભાવ, અછત્રક–છત્રનો પ્રયોગ ન કરવો, ઉપાનહ–જૂતા–ચપ્પલનો ત્યાગ, ભૂમિશયન, ફલક (પાટીયું)શયન, પરઘર પ્રવેશ–ગોચરી અર્થે બીજાના ઘરોમાં જવું, લાભાલાભ, માનાપમાન, હીલના, નિંદા, ખિંસના–ગુપ્ત રહસ્ય પ્રગટ કરવું, તાડના, ગર્હા, ઊંચ–નીચ અનેક પ્રકારના રર પરીષહો, ઈન્દ્રિયોના દુઃખદાયક ઉપસર્ગોને સહન કરતા હતા, તે અર્થ–પ્રયોજનને સિદ્ધ કર્યું અને અંતિમ શ્વાસોચ્છ્વાસ દ્વારા આઠે કર્મોનો ક્ષય કરી ગૌતમ અણગાર સિદ્ધ–બુદ્ધ–મુક્ત–પરિનિર્વાણ એટલે કે સર્વ સંતાપોથી રહિત થઈ અને સર્વ દુઃખોનો અંત કરી સિદ્ધગતિને પામ્યા.
વિવેચન :–
આ સૂત્રમાં ગૌતમ અણગારના સંયમી જીવનની ઉચ્ચતમ વિશિષ્ટ તપ સાધનાનું અને તેમની અંતિમ સાધના સંલેખનાનું તથા સિદ્ધ ગતિને પામ્યાનું વર્ણન છે.
मासियं भिक्खु पडिमं :– ગૌતમ અણગારે માસિકી આદિ બાર ભિક્ષુ પ્રતિમાઓનું વહન કર્યું.
સાધુના અભિગ્રહ વિશેષને ભિક્ષુ પ્રતિમા કહે છે. શારીરિક સંસ્કાર અને દેહ મમત્વનો ત્યાગ કરી, પ્રતિમાધારી સાધક, દેવ–મનુષ્ય–તિર્યંચ સંબંધી ઉપસર્ગોને સહન કરતાં અભિગ્રહ વિશેષનું પાલન કરે છે. પ્રથમની સાત ભિક્ષુ પ્રતિમા એક એક મહિનાની છે.
પ્રથમ ભિક્ષુ પ્રતિમામાં એક દત્તિ આહાર અને એક દત્તિ પાણીની આમ ક્રમશઃ એક એક દત્તિ આહાર–પાણીની વધારતાં સાતમી પ્રતિમામાં સાત દત્તિ આહારની અને સાત દત્તિ પાણીની ગ્રહણ કરવામાં આવે છે. દાતા દ્વારા દેવાતી અતૂટ ધારાને દત્તિ કહે છે. સાત પ્રતિમાના સાત મહિના થાય.
આઠમી, નવમી, દશમી આ ત્રણ પ્રતિમા 7–7 અહોરાત્રની એટલે કુલ 21 અહોરાત્રની છે. તેમાં વર્ગ 1 /અધ્ય. 1
16 શ્રી અંતગડ સૂત્ર ઉપવાસના પારણે ઉપવાસ કરવો જરૂરી હોય છે. અગિયારમી ભિક્ષુ પ્રતિમા એક અહોરાત્રની છઠ તપ સાથે તથા બારમી ભિક્ષુ પ્રતિમા માત્ર એક રાત્રિની અઠ્ઠમ તપ સાથે વહન કરવામાં આવે છે. ભિક્ષુ પ્રતિમાઓનું વિસ્તૃત વર્ણન ભગવતી સૂત્રમાં ખંધક અણગારના અધ્યયનમાં અથવા દશાશ્રુતસ્કંધની 7મી દશા પ્રમાણે સમજી લેવું.
गुण रयणंपि तवोकम्मं– આ તપ સોળ મહિનાનું છે. (1 વર્ષ 4 મહિના). પ્રથમ મહિનામાં એકાંતર ઉપવાસ, બીજામાં છઠના પારણે છઠ, ત્રીજા મહિનામાં અઠ્ઠમના પારણે અઠ્ઠમ આમ પ્રત્યેક મહિને એક એક ઉપવાસ ક્રમશઃ વધતા સોળમાં મહિને 16 ઉપવાસના પારણે સોળ ઉપવાસની ઉત્કૃષ્ટ સાધનાને ''ગુણરત્ન સંવત્સર તપ'' કહે છે. ગૌતમ અણગારે ખંધક અણગારની જેમ આ તપની આરાધના કરી–
જેનું યંત્ર આ પ્રમાણે છે–

આ તપની વિશેષ જાણકારી શ્રી ભગવતી સૂત્રના શતક–ર, ઉદ્દેશા–1 માં વર્ણિત ખંધક અણગારના 17
અધિકારથી સમજી લેવી. ભિક્ષુ પડિમાનું સંપૂર્ણ વર્ણન દશાશ્રુત સ્કંધ સૂત્રથી સમજવું જોઈએ.
અધ્યયન સમાપ્તિ :–
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अठ्ठमस्स अंगस्स अंतगडदसाणं पढमस्स वग्गस्स पढमस्स अज्झयणस्स अयमठ्ठे पण्णत्ते। ભાવાર્થ :– આ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આઠમા અંગ અંતગડદશાંગ સૂત્રના પ્રથમ વર્ગના પ્રથમ અધ્યયનનો, આ અર્થ કહ્યો છે–પ્રરૂપ્યો છે.
વર્ગ 1 /અધ્ય. 1
13
ા વર્ગ–1 : અધ્ય.–1 સંપૂર્ણા 18 શ્રી અંતગડ સૂત્ર પ્રથમ વર્ગ અધ્યયન–ર થી 10 : સમુદ્રાદિકુમારો પ્રથમવર્ગના શેષ અધ્યયનો :–
एवं जहा गोयमे तहा सेसा । अंधग वण्ही पिया, धारिणी माया, समुद्दे, सागरे, गंभीरे, थिमिए, अयले, कंपिल्ले, अक्खोभे, पसेणई, विण्हुए, एए एगगमा । ભાવાર્થ :– આર્ય સુધર્મા સ્વામીએ પોતાના શિષ્ય જંબૂસ્વામીને કહ્યું– જંબૂ ! મોક્ષ પ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ આઠમા અંગ અંતગડ સૂત્રના પ્રથમ વર્ગમાં ગૌતમકુમારનો જે અર્થ (વર્ણન)કહ્યો છે, એવી જ રીતે શેષ નવ અધ્યયનનો અર્થ પણ સમજી લેવો. સર્વના માતા ધારિણી અને પિતા અંધકવૃષ્ણિરાજા હતા. તેઓનો જીવનકાળ, સંયમ પર્યાય, તપસાધના, અંતિમસાધના, સિદ્ધિગમન બધું જ પૂર્વવત્ સમજવું.
અંતર માત્ર નામનું છે, તે નવ નામ આ પ્રમાણે–
(1) સમુદ્ર (ર) સાગર (3) ગંભીર (4) સ્તિમિત (પ) અચલ (6) કાંપિલ્ય (7) અક્ષોભ (8) પ્રસેનજિત (9) વિષ્ણુ.
1
ા વર્ગ–1 : અધ્ય.–ર થી 10 સંપૂર્ણા 19
બીજો વર્ગ અધ્યયન – 1 થી 8 : અક્ષોભાદિ અક્ષોભ આદિ આઠ ભાઈઓની મુક્તિ :–
जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अठ्ठमस्स अंगस्स अंतगडदसाणं पढमस्स वग्गस्स अयमठ्ठे पण्णत्ते, दोच्चस्स णं भंते !
वग्गस्स अंतगडदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कइ अज्झयणा पण्णत्ता ?
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अठ्ठमस्स अंगस्स अंतगडदसाणं दोच्चस्स वग्गस्स अठ्ठ अज्झयणा पण्णत्ता । अक्खोभ सागर खलु, समुद्द हिमवंत अचल णामे य । धरणे य पूरणे वि य, अभिचंदे चेव अठ्ठमए ॥ तेणं कालेणं तेणं समएणं बारवई णामं णयरी होत्था । वण्ही पिया । धारिणी माया । जहा पढमो वग्गो तहा सव्वे अठ्ठ अज्झयणा । गुणरयणं तवोकम्मं। सोलसवासाइं परिआओ । सेत्तुंजे मासियाए संलेहणाए सिद्धा । ભાવાર્થ :– આર્ય જંબૂસ્વામીનો પ્રશ્ન– હે ભગવન્ ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આઠમા અંગ અંતગડસૂત્રના પ્રથમ વર્ગનો આ અર્થ કહ્યો છે, તો હે ભંતે ! અંતગડસૂત્રના બીજા વર્ગનો ભગવાને શું અર્થ ફરમાવ્યો છે ?
હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આઠમા અંગ અંતગડસૂત્રના બીજા વર્ગનાં આઠ અધ્યયન ફરમાવ્યા છે– (1) અક્ષોભ (ર) સાગર (3) સમુદ્ર (4) હિમવંત (પ) અચલ (6) ધરણ (7)
પૂરણ (8) અભિચંદ્ર.
તે કાલે તે સમયે દ્વારકા નામની નગરી હતી. ત્યાં આઠે ય કુમારોના પિતા વૃષ્ણિ અને માતા ધારિણી હતાં. તે આઠે ય કુમારોનું વર્ણન પ્રથમ વર્ગ સમાન જ સમજવાનું છે. બાર ભિક્ષુ પ્રતિમાનું વહન, ગુણરત્ન સંવત્સર તપની આરાધના, 11 અંગનો અભ્યાસ. તફાવત માત્ર 16 વર્ષની સંયમ પર્યાય પાળી શત્રુંજય પર્વત પર એક માસની સંલેખના દ્વારા આઠે કર્મોનો ક્ષય કરી સિદ્ધગતિને પામ્યા.
1
વર્ગ ર /અધ્ય. 1–8
20 શ્રી અંતગડ સૂત્ર વિવેચન :–
આઠે ય કુમારોના પિતા અંધકવૃષ્ણિ અને માતા ધારિણી હતા. અન્ય ગ્રંથોમાં આઠ કુમારોની માતાનું નામ સુભદ્રા આવે છે. તદનુસાર પ્રથમ અને દ્વિતીય વર્ગના 18 કુમારોના પિતા એક જ હતા અને માતા બંને વર્ગના કુમારોના ભિન્ન હતા. બંને વર્ગમાં કેટલાક નામો સરખા જ આવે છે. સગાભાઈઓના નામ એક સરખા ન હોઈ શકે અથવા પ્રાચીન કાળમાં ભાઈઓના નામ એક સરખા રાખવામાં આવતા અને માત્ર પાછળથી અક્ષરો અલગ અલગ રહેતા. જેવી રીતે ધનપાલ, ધનદેવ, ધનરક્ષિત, ધનદત્ત વગેરે.
કાળક્રમે લિપિબદ્ધ કાળમાં ગમે તે કારણોસર પાછળના અલગ પડતા શબ્દો લિપિબદ્ધ ન થયા હોય આ ઐતિહાસિક વિષય સંશોધનીય છે.
પહેલા વર્ગના મૂળપાઠમાં પિતાનું નામ અંધકવૃષ્ણિ છે તો બીજા વર્ગના મૂળપાઠમાં માત્ર 'વૃષ્ણિ' એટલું જ પિતાનું નામ છે. એ પણ વિચારણીય છે.
ા વર્ગ–ર : અધ્ય.–1 થી 8 સંપૂર્ણા 21
ત્રીજો વર્ગ અધ્યયન – 1 થી 6 : અનીયસાદિકુમારો અધ્યયન પ્રારંભ :–
तच्चस्स उक्खेवओ । एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अठ्ठमस्स अंगस्स अंतगडदसाणं तच्चस्स वग्गस्स तेरस अज्झयणा पण्णत्ता, तं जहा–
अणीयसे, अणंतसेणे, अणिहय, विऊ, देवजसे, सत्तुसेणे, सारणे, गए , सुमुहे, दुम्मुहे, कूवए, दारुए, अणादिठ्ठी । जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अठ्ठमस्स अंगस्स अंतगडदसाणं पढमस्स वग्गस्स तेरस अज्झयणा पण्णत्ता, पढमस्स णं भंते ! अज्झयणस्स के अठ्ठे पण्णत्ते ?
ભાવાર્થ :– ત્રીજા વર્ગનો પ્રારંભ પૂર્વવત્ જાણવો.
હે જંબૂ ! મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે આઠમા અંગ અંતગડ સૂત્રના ત્રીજા વર્ગનાં તેર અધ્યયન પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે છે– (1) અનીયસકુમાર (ર) અનંતસેનકુમાર (3) અનિહતકુમાર (4) વિદ્વત્કુમાર (પ) દેવયશકુમાર(6) શત્રુસેનકુમાર (7) સારણકુમાર (8) ગજસુકુમાર (9)
સુમુખકુમાર (10) દુર્મુખકુમાર (11) કૂપકકુમાર (12) દારુકકુમાર (13) અનાદષ્ટિકુમાર.
હે ભગવન્ ! પ્રભુએ અંતગડસૂત્રના ત્રીજા વર્ગના તેર અધ્યયન ફરમાવ્યા છે, તો પ્રથમ અધ્યયનનો શું અર્થ ફરમાવ્યો છે ?
વિવેચન :–
આ વર્ગમાં કૃષ્ણ મહારાજના દસ ભાઈ તથા ત્રણ ભત્રીજાનું વર્ણન છે. સુમુખ, દુમુખ તથા કૂપક કુમાર કૃષ્ણ મહારાજના ભત્રીજા થાય એ સિવાયના બધા ભાઈ હતા.
1
વર્ગ 3 /અધ્ય. 1–6
22 શ્રી અંતગડ સૂત્ર નાગ ગાથાપતિના અનીયસાદિ પુત્રો :–
एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं भद्दिलपुरे णामं णयरे होत्था । वण्णओ । तस्स णं भद्दिलपुरस्स णयरस्स उत्तरपुरत्थिमे दिसिभाए सिरिवणे णामं उज्जाणे होत्था । वण्णओ । जियसत्तू राया । तत्थ णं भद्दिलपुरे णयरे णागे णामं गाहावई होत्था । अड्ढे दित्ते, वित्थिण्ण–विउल–भवण–
सयणासण–जाण–वाहणाइण्णे, बहुधण–बहुजायरूव–रयए, आओगप्प–
ओगसंपउत्ते विच्छिड्डिय–विउल–भत्तपाणे, बहुदासी–दास–गो–महिस–
गवेलगप्पभूए बहुजणस्स अपरिभूए । तस्स णं णागस्स गाहावइस्स सुलसा णामं भारिया होत्था । सुकुमाल–पाणि–पाया, अहीण–पडिपुण्ण– पंचिंदिय–
सरीरा लक्खणवंजण–गुणोववेआ माणुम्माणप्पमाण– पडिपुण्णसुजाय–
सव्वंगसुंदरंगी ससि–सोमाकार–कंत–पिय–दंसणा सुरूवा । ભાવાર્થ :– સુધર્મા સ્વામી બોલ્યા– હે જંબૂ ! તે કાલે, તે સમયે ભદ્દિલપુર નામનું નગર હતું. તે ભદ્દિલપુર નગરની ઉત્તરપૂર્વ દિશામાં(ઈશાનખૂણામાં) શ્રીવન નામનું ઉદ્યાન હતું. બંનેનું વર્ણન પૂર્વવત્ સમજવું. જિતશત્રુ રાજા હતા અને તે ભદ્દિલપુર નગરમાં નાગ નામના ગાથાપતિ રહેતા હતા. તે ગાથાપતિ ૠદ્ધિસંપન્ન–ધનવાન, તેજસ્વી, વિસ્તૃત(વિશાળ), વિપુલ ભવનો–શય્યાઓ, આસનો, યાન, વાહન આદિથી સંપન્ન હતા. સુવર્ણ રજત આદિ ધનની બહુલતા યુક્ત હતા, તેઓ અર્થલાભ માટે ધનના આદાન–
પ્રદાન રૂપ પ્રયોગ કરતા હતા. ભોજન પશ્ચાત્ પણ તેમને ત્યાં વિપુલ પ્રમાણમાં ભોજન બચતું. અનેક દાસ, દાસીઓ તથા ગાય, ભેંસ, બકરી આદિ અનેક પશુધનથી સંપન્ન નાગગાથાપતિનું ઘર હતું. આમ કોઈનાથી પણ પરાભવ ન પામે એવા તેજસ્વી જીવનધનના સ્વામી હતા. તે નાગ ગાથાપતિને સુલસા નામના પત્ની હતાં. જેઓ સુકોમળ હાથપગ સંપન્ન, પાંચે ઈન્દ્રિયોથી પરિપૂર્ણ, લક્ષણ વ્યંજન યુક્ત શરીર સંપન્ન, ગુણવાન, માપ, ભાર(વજન), આકારથી પરિપૂર્ણ, સર્વાંગ સુંદર, ચંદ્રસમાન સૌમ્ય, કાન્ત, પ્રિય, દર્શનીય રૂપયુક્ત હતાં.
વિવેચન :–
કોઈ પણ વ્યક્તિના જીવન કથન દરમ્યાન તત્કાલીન નગર–ઉદ્યાન–માતા પિતાનું વર્ણન પ્રથમ કરવામાં આવે છે. આ એક પ્રાચીન કથનશૈલી છે. અહીં પણ અનીયસકુમારના વર્ણન પૂર્વે તેઓ જ્યાં મોટા થયા, દીક્ષિત થયા તે નગરી, ઉદ્યાન તથા માતા પિતાનો સવિસ્તૃત પરિચય સૂત્રકારે પ્રથમ આપ્યો છે. જે સૂત્ર અને ભાવાર્થથી સ્પષ્ટ છે. વિશેષ જાણકારી ઉવવાઈ સૂત્રમાંથી મેળવી લેવી.
સુખદ બાલ્યાવસ્થા :–
तस्स णं णागस्स गाहावइस्स पुत्ते सुलसाए भारियाए अत्तए अणीयसे 2 3
23
णामं कुमारे होत्था । सुकुमाले जाव सुरूवे पंचधाईपरिक्खित्ते तंजहा–
खीरधाईए, मंडणधाईए, मज्जणधाईए, अंकधाईए, कीलावणधाईए एवं जहा दढपइण्णे जाव गिरिकंदरमल्लीणे व चंपगपायवे सुहंसुहेणं परिवड्ढइ । ભાવાર્થ :– તે નાગગાથાપતિના પુત્ર તથા સુલસાના આત્મજ અનીયસ નામના કુમાર હતા. તે સુકોમળ યાવત્ સુંદર રૂપવાન હતા. 1. ક્ષીરધાત્રી–દૂધ પીવડાવનારી ર. મંડનધાત્રી–વસ્ત્રાભૂષણથી સજાવનારી ધાત્રી 3. મજ્જનધાત્રી–સ્નાન કરાવનારી ધાત્રી (ધાવમાતા) 4. ક્રીડાપનધાત્રી–રમાડનાર ધાત્રી પ. અંકધાત્રી–ખોળામાં બેસાડી લાડ કરાવનારી ધાત્રી. આમ, પાંચ ધાવમાતા દ્વારા લાલન–પાલન કરાતો અનીયસકુમાર, દઢ પ્રતિજ્ઞ કુમારની જેમ ગિરિગુફામાં સ્થિત ચંપકવૃક્ષ સમાન, સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યો.
પુરુષોની 72 કળા :–
तए णं तं अणीयसं कुमारं सातिरेगअठ्ठवासजायं [जाणित्ता]अम्मापियरो कलायरियस्स उवणेंति । तएणं से कलायरिए अणीयसं कुमारं लेहाइयाओ गणितप्पहाणाओ सउणिरुतपज्जवसाणाओ बावत्तरिं कलाओ सुत्तओ अ अत्थओ अ करणओ य सेहावेइ, सिक्खावेइ । तंजहा–
(1) लेहं (2) गणियं (3) रूवं (4) णट्टं (5) गीयं (6) वाइयं (7)
सरगयं (8) पुक्खरगयं (9) समतालं (10) जूयं (11) जणवायं (12)
पोरेकच्चं (13) अठ्ठावयं (14) दगमट्टियं (15) अण्णविही (16) पाणविही (17) वत्थविही (18) सयणविही (19) अज्जं (20) पहेलीयं (21) मागहियं (22) गाहं (23) सिलोगं (24) गंधजुत्तिं (25) मधुसित्थं (26) आभरणविही (27) तरुणीपडिकम्मं (28) इत्थीलक्खणं (29) पुरिसलक्खणं (30)
हयलक्खणं (31) गयलक्खणं (32) गोणलक्खणं (33) कुक्कुडलक्खणं (34) मिंढलक्खणं (35) चक्कलक्खणं (36) छत्तलक्खणं (37)
दंडलक्खणं (38) असिलक्खणं (39) मणिलक्खणं (40) कागणिलक्खणं (41) चम्मलक्खणं (42) चंदचरियं (43) सूरचरियं (44) राहुचरियं (45)
गहचरियं (46) सोभागकरं (47) दोभागकरं (48) विज्जागयं (49) मंतगयं (50) रहस्सगयं (51) सभासं (52) चारं (53) पडिचारं (54) बूहं (55)
पडिबूहं (56) खंधावारमाणं (57) णगरमाणं (58) वत्थुमाणं (59)
खंधावारणिवेसं (60) वत्थुणिवेसं (61) णगरणिवेसं (62) ईसत्थं (63)
વર્ગ 3 /અધ્ય. 1–6
4
24 શ્રી અંતગડ સૂત્ર छरुप्पवायं (64) आससिक्खं (65) हत्थिसिक्खं (66) धणुव्वेयं (67)
हिरण्णपागं सुवण्णपागं मणिपागं धाउपागं (68) बाहुजुद्धं मुठ्ठिजुद्धं अठ्ठिजुद्धं जुद्धं णिजुद्धं जुद्धाइजुद्धं (69) सुत्तखेडं णालियाखेडं वट्टखेडं धम्मखेडं चम्मखेडं (70) पत्तछेज्जं कडगच्छेज्जं (71) सजीवं णिज्जीवं (72)
सउणिरुयं । तए णं से कलायरिए अणीयसं कुमारं लेहाइयाओ गणियप्पहाणाओ सउणिरुय पज्जवसाणाओ बावत्तरिं कलाओ सुत्तओ य अत्थओ य गंथओ य करणओ य, सेहावेत्ता सिक्खावेत्ता अम्मापिऊणं उवणेइ । तए णं अणीयसक‘मारस्स अम्मापियरो तं कलायरियं मधुरेहिं वयणेहिं विपुलेणं असण–पाण–खाइम–साइमेणं वत्थ–गंध– मल्लालंकारेणं सक्कारेंति, सम्माणेंति, सक्कारित्ता सम्माणित्ता विपुलं जीवियारिहं पीइदाणं दलयंति, दलइत्ता पडिविसज्जेंति । तए णं से अणीयसकुमारे उम्मुक्कबालभावे विण्णायपरिणयमेत्ते जोवण– गमणुपत्ते बावत्तरिकलापंडिए णवंगसुत्तपडिबोहिए अठ्ठारस–
विहिप्पगारदेसी– भासाविसारए गीयरई गंधव्वणट्टकुसले जाव अलं भोगसमत्थे जाए यावि होत्था। ભાવાર્થ :– ત્યાર પછી આઠ વર્ષથી અધિક ઉંમરનો જાણી માતા પિતાએ તેને કલાચાર્ય પાસે વિદ્યાભ્યાસ માટે મોકલ્યો. કલાચાર્યે અનીયસકુમારને લેખનપ્રધાન, ગણિતપ્રધાન, શકુનિરુત(પક્ષીઓના શબ્દ સુધીની)પર્યંત 72 કળાઓ, સૂત્રથી, અર્થથી અને પ્રયોગથી સિદ્ધ કરાવી તથા શીખડાવી. તે બોત્તેર કલાઓ આ પ્રમાણે છે–
(1) લેખનકલા :– લખવાની કલા, બ્રાહ્મી આદિ અઢાર પ્રકારની લિપિઓને લખવાની કલા.
(ર) ગણિત કલા : ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી વગેરે કરવાની કલા.
(3) રૂપકલા : વસ્ત્ર, દિવાલ, સોનું, ચાંદી, વગેરે ઉપર દોરવાની કલા.
(4) નાટ્યકલા : નાચવાની અથવા અભિનય કરવાની કલા.
(પ) ગીતકલા : ગાવાની ચતુરાઈની કલા.
(6) વાદ્યકલા : અનેક પ્રકારનાં વાદ્ય વગાડવાની કલા.
(7) સ્વરગતકલા : અનેક પ્રકારના રાગ અને રાગણીઓના સ્વર કાઢવાની કલા.
(8) પુષ્કરગતકલા : મૃદંગ વાદ્ય વિશેષના જ્ઞાનની કલા.
25
(9) સમતાલ કલા : સમાનતાલ બજાવવાની કલા.
(10) દ્યુતકલા : જુગાર રમવાની કલા.
(11) જનવાદકલા : જનશ્રુતિ અને કિંવદતિઓને જાણવાની કલા.
(12) પુરઃ કાવ્યકલા : શીઘ્ર કવિતા રચવાની કલા.
(13) અષ્ટાપદ કલા : શતરંજ, ચોપાટ વગેરે ખેલવાની કલા.
(14) દકમૃતિકા કલા : માટી અને પાણીના મિશ્રણથી રમકડાં વગેરે બનાવવાની કલા.
(15) અન્નવિધિ કલા : અનેક પ્રકારનાં ભોજનના પદાર્થો બનાવવાની કલા.
(16) પાનવિધિ કલા : અનેક પ્રકારનાં પીણાં–પેય પદાર્થ બનાવવાની કલા.
(17) વસ્ત્રવિધિ કલા : અનેક પ્રકારનાં વસ્ત્ર નિર્માણ કરવાની કલા.
(18) શયનવિધિ : સૂવાની કલા.
(19) આર્યાવિધિ : આર્યા છંદ બનાવવાની કલા.
(20) પ્રહેલિકા : પ્રહેલિઓને જાણવાની કલા. ગૂઢ અર્થવાળી કવિતા કરવાની કલા.
(21) માગધિકા : સ્તુતિ પાઠ કરવાવાળા ભાટ–ચારણો(કવિતા કરવા)ની કલા.
(રર) ગાથા કલાઃ પ્રાકૃત્ત આદિ ભાષાઓમાં ગાથા રચવાની કલા.
(23) શ્લોક કલા : સંસ્કૃત ભાષામાં શ્લોક બનાવવાની કલા.
(24) ગંધયુતિ : અનેક પ્રકારનાં ગંધો અને દ્રવ્યોને મેળવીને સુગંધિત પદાર્થ બનાવવાની કલા.
(રપ) મધુસિક્થ : મીણના પ્રયોગની કલા.
(26) આભરણ વિધિ : આભૂષણ (અલંકારો)બનાવવાની કલા.
(27) તરુણી પ્રતિકર્મ : યુવતી સ્ત્રીઓને અનુરંજન(ખુશ) કરવાની કલા.
(28) સ્ત્રી લક્ષણ : સ્ત્રીઓનાં શુભ–અશુભ લક્ષણોને જાણવાની કલા.
(29) પુરુષ લક્ષણ : પુરુષોનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા.
(30) હય લક્ષણ : ઘોડાનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા.
(31) ગજ લક્ષણ : હાથીનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા.
(32) ગોણ લક્ષણ : બળદનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા.
(33) કુકુટ લક્ષણ : કુકડાનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા.
(34) મેઢ લક્ષણ : ઘેટા(બકરા)નાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા.
(35) ચક્ર લક્ષણ : ચક્ર આયુધનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા.
(36) છત્ર લક્ષણ : છત્રનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા.
(37) દંડ લક્ષણ : હાથમાં રાખવાનો દંડ–લાકડીના શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા.
વર્ગ 3 /અધ્ય. 1–6
26 શ્રી અંતગડ સૂત્ર (38) અસિ લક્ષણ : તલવાર, બરછી આદિનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા.
(39) મણિ લક્ષણ : મણિઓનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા.
(40) કાકણી લક્ષણ : કાકણી નામના રત્નનાં શુભ અશુભ લક્ષણોને, ગુણોને જાણવાની કલા.
(41) ચર્મ લક્ષણ : ચામડાની પરીક્ષા કરવાની કલા અથવા ચર્મરત્નના શુભ–અશુભ લક્ષણોને જાણવાની કલા.
(42) ચંદ્રચર્યા : ચંદ્રનો ઉદય થાય ત્યારે સમકોણ, વક્રકોણ આદિ આકારવાળા ચંદ્રના નિમિત્તથી શુભ–
અશુભ લક્ષણો જાણવાની કલા.
(43) સૂર્યચર્યા : સૂર્ય સંચાર (ભ્રમણ)જનિત ઉપરાગોનાં શુભ અશુભ ફળને જાણવાની કલા.
(44) રાહુચર્યા : રાહુની ગતિ અને તેનાથી ચંદ્ર ગ્રહણ વગેરે જાણવાની કલા.
(45) ગ્રહચર્યા : ગ્રહોના સંચારથી શુભ અશુભ ફળોને જાણવાની કલા.
(46) સૌભાગ્યકર : સૌભાગ્ય વધારવાના ઉપાયોને જાણવાની કલા.
(47) દૌર્ભાગ્યકર : દુર્ભાગ્યકારી(કારણોને)જાણવાની કલા.
(48) વિદ્યાગત : અનેક પ્રકારની વિદ્યાઓને જાણવાની કલા.
(49) મંત્રગત : અનેક પ્રકારના મંત્રોને જાણવાની કલા.
(50) રહસ્યગત : અનેક પ્રકારનાં ગુપ્ત રહસ્યોને જાણવાની કલા.
(51) સભાસ : પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ જાણવાની કલા.
(પર) ચાર કલા : ગુપ્તચર–જાસૂસીની કલા. જ્યોતિષ ચક્રના સંચરણને જાણવાની કલા.
(53) પ્રતિચાર કલા : ગ્રહ આદિના સંચારનું જ્ઞાન, રોગીની સેવા–સુશ્રૂષાનું જ્ઞાન.
(54) વ્યૂહ કલા : યુદ્ધમાં સેના દ્વારા ગરૂડ આદિ આકારની રચના કરવાની કલા.
(પપ) પ્રતિવ્યૂહ કલા : શત્રુની સેનાના પ્રતિપક્ષ રૂપમાં સેનાની રચના કરવાની કલા.
(56) સ્કંધાવારમાન : સેનાની શિબિર(છાવણી), પડાવ આદિના પ્રમાણને જાણવાની કલા.
(57) નગરમાન : નગરના માન(ક્ષેત્રફળ, સીમા વગેરે) પ્રમાણને જાણવાની કલા.
(58) વાસ્તુમાન : મકાનોનું માન – પ્રમાણને જાણવાની કલા.
(59) સ્કંધાવાર નિવેશ : સેનાને યુદ્ધ યોગ્ય ઊભી રાખવાની અથવા પડાવ કરવાની કલા.
(60) વસ્તુ(વાસ્તુ)નિવેશ : વસ્તુઓને યથોચિત સ્થાન પર રાખવાની કલા.
(61) નગરનિવેશ : નગર નિર્માણની કલા.
(62) ઈષુઅસ્ત્રકલા : દિવ્ય અસ્ત્ર સંબંધી કલા.
(63) છરુપગતકલા : તલવારની મૂઠ આદિ બનાવવાની કલા. (ખડ્ગશાસ્ત્ર)
(64) અશ્વ શિક્ષાઃ ઘોડાને વાહનમાં જોડવાની અને યુદ્ધમાં લડવાની શિક્ષા(તાલીમ) દેવાની કલા.
27
(65) હસ્તિ શિક્ષા : હાથીઓને સંચાલન કરવાની શિક્ષા દેવાની કલા.
(66) ધનુર્વેદ : શબ્દવેધી આદિ ધનુર્વિદ્યાનું વિશિષ્ટ જ્ઞાન હોવાની કલા.
(67) હિરણ્યપાક : સુવર્ણપાક, ધાતુપાક, મણિપાક, ચાંદી, સોનું, મણિ અને લોખંડ આદિ ધાતુઓને ગાળવાનું, પકાવવાનું અને તેની ભસ્મ આદિ બનાવવાની કલા.
(68) બાહુયુદ્ધ, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, લાકડીનું યુદ્ધ, સામાન્ય યુદ્ધ, નિયુદ્ધ, યુદ્ધાતિયુદ્ધ વગેરે વિવિધ પ્રકારના યુદ્ધને જાણવાની કલા.
(69) સૂત્રખેડ, નાલિકા ખેડ, વર્ત્તખેડ, ધર્મખેડ, ચર્મખેડ આદિ અનેક પ્રકારની રમતોને જાણવાની, ખેલવાની કલા.
(70) પત્રચ્છેદ્ય; કટક છેદ્ય : પત્રો અને લાકડાના છેદન ભેદનની કલા.
(71) સજીવ–નિર્જીવ : સજીવને નિર્જીવ જેવું અને નિર્જીવને સજીવ જેવું બનાવવાની કલા.
(72) શકુનિરુત : પક્ષીઓની બોલી જાણવાની કલા.
આ 72 કળાઓ મૂળ, અર્થ અને ગ્રંથ તથા પ્રયોગ દ્વારા સિદ્ધ કરાવી અને શીખડાવી કલાચાર્ય અનીયસકુમારને તેના માતાપિતા પાસે લઈ આવ્યા.
ત્યારે અનીયસકુમારના માતાપિતાએ કલાચાર્યનું મધુર વચનોથી તથા વિપુલ આહારપાણી, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારોથી સત્કાર સન્માન કર્યું, કરીને આજીવિકા યોગ્ય પ્રચુર પ્રીતિદાન આપ્યું અને વિદાય આપી.
ત્યાર પછી બાલભાવનો ત્યાગ કરી, વિજ્ઞાન પ્રાપ્ત થઈ, યૌવન અવસ્થાને પ્રાપ્ત અને બોત્તેર કળામાં પ્રવીણ થયેલા અનીયસ કુમારનાં નવ(9) અંગ– બેકાન, બે નેત્ર, બે નાસિકા, જીભ, ત્વચા તથા મન બાલ્યાવસ્થાના કારણે સુસુપ્ત હતા તે જાગૃત થઈ ગયા. 18 પ્રકારની દેશીય ભાષાઓમાં કુશળ થઈ ગયા. ગીતમાં પ્રીતિ રાખનાર, ગંધર્વ નૃત્યમાં કુશલ થઈ ગયા યાવત્ ભોગ સામર્થ્યથી યુક્ત થયા અર્થાત્ યૌવનાવસ્થાને પ્રાપ્ત થયા.
વિવેચન :–
સૂત્ર 3 તથા 4માં અનીયસકુમારના શૈશવ, શૈક્ષણિક જીવનનું વર્ણન કરવામાં આવ્યું છે. તેનું બચપણ અત્યંત લાડકોડમાં વ્યતીત થયું છે. અહીં એ માટે गिरिकंदर मल्लीणे………परिवड्ढइ પદ આપ્યું છે અર્થાત્ ગિરિગુફામાં ચંપકવૃક્ષ સુખપૂર્વક વૃદ્ધિ પામે છે. ચંપકવૃક્ષ શીઘ્રવૃદ્ધિ પામનારું વૃક્ષ છે, એમાં પણ ગિરિગુફામાં સ્થિત હોવાથી બાહ્ય વાતાવરણનો કે પશુ પક્ષી વગેરેનો વ્યાઘાત ન આવે. આમ ચારે તરફથી સુરક્ષાના કારણે ચંપકવૃક્ષ એકદમ વૃદ્ધિ પામે છે. તેવી જ રીતે અનીયસકુમાર પાંચ ધાવમાતા, માતાપિતા, સુલસા એવં નાગ ગાથાપતિ તથા દાસ દાસીઓથી સતત રક્ષાયેલા હોવાથી કોઈ પણ પ્રતિકૂળતા વગર એકદમ સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યા. सातिरेगअठ्ठवास બાળકના સંસ્કાર ઘડતરનો કાળ ગર્ભાવસ્થાથી વર્ગ 3 /અધ્ય. 1–6
28 શ્રી અંતગડ સૂત્ર લઈ આઠ વર્ષ સુધીનો છે અને એ સંસ્કાર ઘડતરમાં ઘરનું વાતાવરણ, માતાપિતાની જાગૃતિ વધુ જવાબદાર બને છે. પ્રાયઃ આઠ વર્ષની ઉંમરના ઘરના સંસ્કારથી ઘડાયેલું બાળક બહારના વાતાવરણમાં જાય તોપણ તેનામાં પ્રાયઃ કુસંસ્કાર પ્રવેશી શકતા નથી. જ્યારે આજના યુગમાં બાળકને સતત માવતરના હૂંફની અને શિક્ષણની જરૂર છે, ત્યારે બે વરસની ઉંમરમાં પરિસ્થિતિવશાત્ પ્લેહાઉસ કે બેબીસીટરો પાસે મોકલી અપાય છે. જેથી માવતરના સંસ્કારના કૌટુંબિક વારસાથી બાળક વંચિત રહે છે. બાહ્ય વિદ્યાભ્યાસની યોગ્યતાનો પ્રારંભિકકાળ સાતિરેક આઠ વર્ષનો છે. સ્ત્રી યોગ્ય 64 કળા છે અને પુરુષોચિત 72 કળા છે.
જેમાં ભૌતિક જગતના તમામ ક્ષેત્રોને સ્પર્શતું જ્ઞાન આવી જાય છે.
અનીયસકુમારનું પાણિગ્રહણ :–
तए णं तं अणीयसं कुमारं उम्मुक्कबालभावं जाणित्ता अम्मापियरो सरिसियाणं सरिव्वयाणं सरित्तयाणं सरिसलावण्ण–रूव–जोव्वण–
गुणोववेयाणं सरिसएहिंतो इब्भकुलेहिंतो आणिल्लियाणं बत्तीसाए इब्भवरकण्णगाणं एगदिवसेणं पाणिं गेण्हावेंति । तए णं से णागे गाहावई अणीयस्स कुमारस्स इमं एयारूवं पीइदाणं दलयइ, तंजहा– बत्तीसं हिरण्णकोडीओ, एवं जहा महाबलस्स जाव अण्णं वा सुबहुं हिरण्णं वा सुवण्णं वा कंसं वा दूसं वा विउलधण–कणग जाव संतसारसावएज्जं, अलाहि जाव आसत्तमाओ कुलवंसाओ पकामं दाउं, पकामं भोत्तुं, पकामं परिभाएउं । तए णं से अणीयसे कुमारे एगमेगाए भज्जाए एगमेगं हिरण्णकोडिं दलयइ, एगमेगं सुवण्णकोडिं दलयइ, एगमेगं मउडं मउडप्पवरं दलयइ, एवं तं चेव सव्वं जाव एगमेगं पेसणकारिं दलयइ, अण्णं वा सुबहुं हिरण्णं वा जाव परिभाएउं । तए णं से अणीयसकुमारे उप्पिं पासायवरगए फुट्टमाणेहिं मुइंगमत्थएहिं जाव पंचविहे माणुस्सए कामभोगे पच्चणुभवमाणे विहरइ । ભાવાર્થ :– માતા પિતાએ અનીયસકુમારને બાલ્યાવસ્થાથી મુક્ત અને યૌવનાવસ્થાને પ્રાપ્ત જાણી સમાનવય, સમાનત્વચા, રૂપ, લાવણ્ય, યૌવન, ગુણ તથા સમાન ઈભ્યકુળની 32 (બત્રીસ) ઈભ્યકન્યાઓ સાથે એક દિવસે પાણિગ્રહણ (વિવાહ) કરાવ્યું.
વિવાહ અનંતર નાગ ગાથાપતિએ અનીયસકુમારને પ્રીતિદાનમાં બત્રીસ કરોડ સુવર્ણ–રજત (ચાંદી)ના સિક્કાથી લઈ તમામે તમામ ભોગોપભોગની સામગ્રી અને અન્ય પણ વિપુલ સોના, ચાંદી, વાસણ, વસ્ત્ર, વિપુલ ધન, હીરા, માણેક, પન્ના વગેરે બહુમૂલ્ય 32–32 વસ્તુઓ દેવામાં, ખાવામાં અને 5
29
ઉપભોગમાં સાત પેઢી સુધી ચાલે તેટલા પ્રમાણમાં મહાબલકુમારની જેમ આપી.
અનીયસકુમારે તે સર્વ બત્રીસ–બત્રીસ સોના, ચાંદી, મુગુટ વગેરે વસ્તુઓ બત્રીસ પત્નીઓમાં એક એક વિભાજીત કરી વહેંચી દીધી. આમ, 32 કન્યાઓ સાથે અનીયસકુમાર ગગનચુંબી પ્રાસાદોમાં મૃદંગોના ઉત્તમ ધ્વનિ, નૃત્ય, ગીત આદિ વિવિધ આમોદ–પ્રમોદમાં મનુષ્ય સંબંધી પાંચ ઈન્દ્રિય સુખોપભોગોને માણતાં વિચરવા લાગ્યા.
વિવેચન :–
આ સૂત્રમાં અનીયસકુમારના સુખોપભોગના વર્ણન સાથે તત્કાલીન સમાજ વ્યવસ્થાનું સુંદર ચિત્ર દોરવામાં આવ્યું છે. યોગ્ય સમાજરચના માટે યોગ્ય નાગરિક જોઈએ અને યોગ્ય નાગરિક માટે યોગ્ય સંસ્કારી માવતર જોઈએ. પ્રાચીન કાળની વ્યવસ્થા છે કે વિવાહ એ માત્ર વૈષયિક સુખભોગનું સાધન નથી પરંતુ સમાજને ઉત્તમ આદર્શ, સંસ્કારી નરપુંગવની ભેટ આપવાની સાધના છે. વિવાહ હંમેશાં સમાન કુળાચાર સંપન્ન સાથે જ કરવામાં આવે છે. અનીયસકુમારના વિવાહ પણ ઈભ્ય કુળની સમાન વય, રૂપ, ગુણ, સંસ્કારયુક્ત કન્યાઓ સાથે માતા પિતાએ કર્યા.
पीइदाणं :– પ્રીતિદાનનો અર્થ છે પ્રેમપૂર્વક દેવાતી ભેટ, ઉપહાર, પારિતોષિક. પ્રીતિદાનનો પ્રયોગ ''કરિયાવર'' અર્થમાં પ્રસિદ્ધ છે. વર્તમાને વિવાહ પ્રસંગે કન્યાપક્ષ તરફથી કરિયાવર દેવામાં આવે છે પરંતુ આ સૂત્રથી સૂચિત થાય છે કે પ્રીતિદાન કન્યાપક્ષ તરફથી નહિ વરપક્ષ તરફથી પુત્રને દેવામાં આવતું અને પુત્ર પોતાની પત્નીઓમાં સમાન ભાગે વહેંચી દેતા.
અનીયસકુમારની સંયમસાધના તથા સિદ્ધિ :–
तेणं कालेणं तेणं समएणं अरहा अरिठ्ठणेमी जेणेव भद्दिलपुर णयरे जेणेव सिरिवणे उज्जाणे तेणेव उवागच्छइ उवागच्छित्ता अहा पडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेण तवसा अप्पाणं भावेमाणे विहरइ । परिसा णिग्गया । तए णं तस्स अणीयसस्स कुमारस्स तं महाजणसद्दं च जणकलकलं च सुणेत्ता जाव जहा गोयमे तहा अणगारे जाए । णवरं सामाइयमाइयाइं चउद्दस पुव्वाइं अहिज्जइ । बीसं वासाइं परियाओ । सेसं तहेव जाव सेत्तुंजे पव्वए मासियाए संलेहणाए जाव सिद्धे । एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अठ्ठमस्स अंगस्स अंतगडदसाणं तच्चस्स वग्गस्स पढमस्स अज्झयणस्स अयमठ्ठे पण्णत्ते । વર્ગ 3 /અધ્ય. 1–6
6